અમેરિકામાં ટોરન્ટ ફાર્માના CFO પર ફાયરિંગ કરી આઠ લાખની કરાઇ લૂંટ

ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (13:13 IST)
murder of gujarati in us
Murder of Gujarati in America  - અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર, અમેરિકાના મેક્સિકો સ્થિત ટોરન્ટ ફાર્માના ડાયરેકટરની હત્યા કરી 8 લાખથી વધૂની લૂંટ ચલાવવામાં આવી હતી. ટોરન્ટ ફાર્માના મેક્સિકો યુનિટના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર કેતન શાહ રૂપિયા લઇને એરપોર્ટથી ઘરે જઇ રહ્યા હતા દરમિયાન લૂંટના ઇરાદે તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ સમયે કેતન શાહે લૂંટારૂઓને પડકારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લૂંટારુઓએ તેમના પર ફાયરિંગ કરી હત્યા કરી હતી અને આઠ લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયા હતા.

મેક્સિકો પોલીસની તપાસમાં જાણવા મળ્યુ હતું કે મૃતક કેતન શાહ રૂપિયા લઇને ઘરે જઇ રહ્યા હતા ત્યારે જ લૂંટારૂઓએ તેને ટાર્ગેટ બનાવ્યા હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના ગયા શનિવારે મેક્સિકો સિટીની સિમોન બોલિવર સ્ટ્રીટ પર બની હતી. આ દરમિયાન કેતન શાહના પિતા પણ તેમની સાથે હાજર હતા. આ હુમલામાં તે પણ ઘાયલ થયા હતા. નોંધનીય છે કે કેતન શાહ લાંબા સમયથી કંપની સાથે જોડાયેલા હતા. તે ખૂબ જ મહેનતુ હતા. કંપનીને આગળ લઈ જવા માટે તે સખત મહેનત કરી રહ્યા હતા.મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેતન શાહ છેલ્લા સાત વર્ષથી ટોરન્ટ ફાર્મા સાથે જોડાયેલા હતા. કેતન મૂળ અમદાવાદના હતા. તે વર્ષ 2019માં મેક્સિકો સિટીમાં અસાઇનમેન્ટ પર આવ્યા હતા. ત્યારથી અહીં કામ કરતા હતા. કેતન શાહના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેતન શાહે એરપોર્ટના ફોરેક્સ સેન્ટરમાંથી 10,000 ડોલર ઉપાડી લીધા હતા. પૈસા લઇને તેઓ ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન બે મોટરસાઇકલ પર આવેલા સશસ્ત્ર હુમલાખોરોએ તેમની કાર પર ગોળીબાર કર્યો હતો. ટોરન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ એક ભારતીય બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની છે. તે ટોરન્ટ ગ્રુપની માલિકીની છે. કંપનીનું મુખ્ય મથક અમદાવાદ, ગુજરાતમાં છે. મીડિયા અહેવાલો અનુસાર, આ કંપની શરૂઆતમાં યુએન મહેતા દ્વારા ટ્રિનિટી લેબોરેટરીઝ લિમિટેડ તરીકે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ તેનું નામ બદલીને ટોરન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ કરવામાં આવ્યું હતુ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર