ખંભાતમાં પ્રતિબંધ છતાં તાજિયા નીકળ્યા, આણંદમાં પોલીસે ઝુલુસ અટકાવ્યું
સોમવાર, 31 ઑગસ્ટ 2020 (12:12 IST)
કોરોનાની મહામારીમાં પણ જિલ્લામાં ખંભાત શહેર પોઝિટીવ કેસોમાં સૌથી અગ્રેસર છે. તેવા સમયે કોના ઇશારે ઝુલુસ કાઢીને સંક્રમણ વધુ ફેલાય તેવા પ્રયાસો કરવામાં આવતાં સ્થાનિક પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંક્રમણ ફેલાવવાનો પ્રયાસ કરનાર તત્વો સામે સખત કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. બજરંગ દળના નેતા જયતીભાઈ મહેતાએ વિડિયો વાઈરલ કરીને જણાવ્યુ હતુ કે, કોરોનાની મહામારીને લઈને સરકારે સંક્રમણ ન ફેલાય તે માટે ધાર્મિક કાર્યક્રમો ન થાય તે માટે પ્રતિબંધ લાધવામાં આવ્યાં છે. ખંભાત શહેરમાં કેટલાક તત્વોએ માનવ સ્વાસ્થય સાથે ચેડાં થાય તે રીતે ઝુલુસ પર પ્રતિબંધ હોવાછતાં મહોરમ પર્વ પર મોટી સંખ્યામાં ઝુલુસ કાઢી સામાજીક અંતર સહિત ના નિયમોનું સરેઆમ ઉલ્લઘંન કર્યું છે. ત્યારે ભારતીય બંધારણના નિયમોનું પાલન ન કરતાં તત્વોનું સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ ખંભાતના મુસ્લિમ અગ્રણી ઈફ્તેખાર યમનીએ જણાવ્યુ હતુ કે, કોરોનાની મહામારીને લઈને સરકારે બહાર પાડેલા ગાઈડ-લાઈનનું પાલન કરીને તાજ્યાના ઝુલુસ બંધ રાખ્યા હતાં. મહોરમ પર્વને લઈને ઘેર ઘેર ઝરીમુકવામાં આવે છે. આ ઝરી લઈને કેટલાક યુવકો પાંચ હાટડી વિસ્તારમાં નીકળ્યાં હતાં. જેને લઈને ટોળા એકત્ર થયાની જાણ થતાં મુસ્લિમ આગેવાનો પહોચી જઈને ઝુલુસ બંધ કરાવી ટોળુ વિખેરી નાંખ્યું હતું. અમારો એવો કોઈ ઈરાદો ન હતો. માનવ સ્થાવસ્થય જળાવઈ રહે તે માટે અમે સતત પ્રયત્નશીલ રહી છે.આણંદ જિલ્લા પોલીસવડા અજીત રાજીયન પત્રકારોને જણાવ્યું હતું કે ખંભાત શહેરમાં 600 લોકો ઝરીનું ઝુલુસ કાઢીને નીકળ્યા છે.તેની જણ થતાં પોલીસે ઝુલુસ અટકાવીને ઝુલુસ કાઢનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. વિડીયોમાં દેખાતા ઓળખ કરીને તેઓની સામે ગુનો નોધવામાં આવશે . તેમજ માસ્ક નહિ પહેર્યા હોય તેવા વ્યક્તિઆેના દંડવામાં આવશે. અને સોશ્યિલ મિડીયામાં જુના વિડીયો વાઈરલ કરવામાં આવશે તો તેની સામે પણ કાર્યાવાહી કરાશે. પોલીસ દ્વારા સ્થિતિ કાબુમાં લેવા માટે તાત્કાલીક પહોંચી જઇને કાર્યવાહી હાથ ધરવામા઼ આવી હતી.આણંદ શહેરમાં મહોરમ પર્વ નિમિતે કસ્બા વિસ્તારમાં એક પરિવાર ઘરમાં તાજીયા મુકયા હતા.રવિવાર સાંજે તેઓએ તાજીયાના ઝુલુસનું ડીજે સાથે તૈયારી કાઢવાની તૈયારી કરી હતા.100થી વધુ માણસોનું ટોળુ એકત્ર થઇ ગયું હતું. આ અંગે પોલીસને કોઇએ જાણ કરતાં પોલીસ દોડી આવી હતી.આણંદ કસ્બા વિસ્તારમાં ઝુલુસની પુર જોશમાં તૈયારીઓ રવિવાર બપોરબાદ ચાલી રહી હતી.ડીજે સાથે કેટલાંક શખ્શો તાજીયા રમી રહ્યાં હતા.સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક સહિતના નિયમોનો ભંગ થઇ રહ્યો હતો.જેના પગલે સ્થાનિક રહીશો દ્વારા પોલીસને ફોન કરીને જણ કરાઇ હતી.જેના પગલે આણંદ શહેર પોલીસ કાફલો કસ્બા વિસ્તારમાં દોડી આવ્યો હતો. જેના પગલે નાસ ભાગ મચી જવા પામી હતી. પોલીસે આગેવાનો સમજાવીને ઝુલુસ બંધ રખાવ્યું હતું.અને તાજીયાના ત્યાં જ ઠંડા પાડવા જણાવ્યું હતું.