અમદાવાદમાં યોજાયો પુસ્તક પર્વ, આર જે ધ્વનિતનું લખેલું પુસ્તક મોર્નિંગ મંત્ર બેસ્ટ સેલર

શુક્રવાર, 24 ઑગસ્ટ 2018 (09:09 IST)
ગુજરાતની લબ્ધપ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થા નવભારત સાહિત્ય મંદિર દ્વારા એક નોખુ-અનોખુ પુસ્તક પર્વનું આયોજન કરવામાં આવ્યું. 9 ઓગસ્ટથી શરૂ થઇને 20 ઓગસ્ટ સુધી ચાલેલા  આ પુસ્તક પર્વમાં ગુજરાતે ક્યારેય ન જોયા હોય તેટલા વિવિધ વિષયોનાં ગુજરાતી અને હિન્દી ભાષાના પુસ્તકો એક જ સ્થળે પુસ્તક પ્રેમીઓએ નિહાળ્યાં હતાં 9મીએ શરૂ થનારા આ પુસ્તક મેળાની પૂર્વ સંધ્યાએ બે પુસ્તકોના વિમાચનના કાર્યક્રમમાં જાણીતા ફિલ્મ એક્ટર શરમણ જોષી  જાણીતા લેખક અને એર ઇન્ડિયામાં સિનિયર કમાન્ડર અને ટ્રેનર મનજીત હિરાની, જાણીતા પટકથાકાર અભિજીત જોષી અને જાણીતા રેડિયો જોકી  ધ્વનિત ઠક્કરે ખાસ હાજરી આપી હતી. 

મનજીત હિરાનીના નવા પુસ્તક “કેમ કરીને માનવ થાઉં...”અને આર.જે. ધ્વનીતના પુસ્તક “મોર્નિંગ મંત્ર”નું વિમોચન હાથ ધરાયું હતું. આ પુસ્તક મેળામાં 15 ટકા વળતર પુસ્તક ખરીદનારા પુસ્તકપ્રેમીઓને આપવામાં આવ્યું હતું. પુસ્તક પર્વમાં જાણીતા લેખકો તુષાર શુક્લ, ભવેન કચ્છી, કૃષ્ણકાંત ઉનડક્ટ, કાજલ ઓઝા વૈધ, ધ્વનિત, ડો. પ્રશાંત ભીમાણી, ભવેન કચ્છી, મહેશ યાજ્ઞિક, ડો. શરદ ઠાકર, ડો. હંસેલ ભચેચ, અંકિત ત્રિવેદી, અશોક દવે અને આરતી પટેલ વગેરે. ઉપસ્થિત રહ્યાં હતાં. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર