સુરતમાં મોદી સેલ્ફી પોઇન્ટ પર ઊમટી જનમેદનીઃ ૮ કલાકમાં ૬ લાખ લોકોએ લીધી સેલ્ફી
સોમવાર, 17 એપ્રિલ 2017 (16:15 IST)
ગઈ કાલે બે દિવસ માટે સુરતના પ્રવાસે આવેલા નરેન્દ્ર મોદીના સ્વાગત માટે શહેરમાં અનેક જગ્યાએ ડેકોરેશન કરવામાં આવ્યું છે જે માટે એરપોર્ટ રોડથી અઠવા ગેટ સર્કલ સુધીનો આખો વિસ્તાર શણગારવામાં આવ્યો છે. આ જ વિસ્તારમાં રાહુલ રાજ મોલ પાસે નરેન્દ્ર મોદીનું બાવીસ ફુટનું સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યું છે અને એને મોદી સેલ્ફી પોઇન્ટ નામ આપવામાં આવ્યું છે. ગઈ કાલે સવારે અગિયાર વાગ્યે આ સેલ્ફી પોઇન્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અહીં ગઈ કાલે સાંજે સાત વાગ્યા સુધીમાં એટલે કે આઠ કલાકમાં છ લાખ સુરતીઓએ નરેન્દ્ર મોદીના સ્ટેચ્યુ સાથે સેલ્ફી લીધો હતો.
સ્વયંભૂ રીતે આવેલા આ સુરતીલાલાઓમાં યંગસ્ટર્સની અને એમાંય ખાસ તો છોકરીઓની સંખ્યા ભારોભાર મોટી હતી. નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લેવાનો આવો ક્રેઝ આ અગાઉ કયારેય જોવા નથી મળ્યો. પહેલી વખત એવું બન્યું છે કે નરેન્દ્ર મોદીનું આવડું મોટું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું હોય અને એને સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યો હોય. ગુજરાત ગ્થ્ભ્ની ધારણા છે કે બે દિવસના મોદીના રોકાણ દરમ્યાન આ સેલ્ફી-પોઇન્ટ પર વીસ લાખથી વધારે લોકો સેલ્ફી લેશે