ગુજરાતના દરિયા કાંઠે 45 હજાર Crનું મૂડી રોકાણ: મોદી

બુધવાર, 8 માર્ચ 2017 (13:14 IST)
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર સોમનાથ પહોંચ્યા હતાં, જ્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી જય સોમનાથ કહીને ભાષણની શરૂઆત કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે દ્વારકા અને બેટ-દ્વારકા વચ્ચે 500 કરોડના ખર્ચે આઈકોનિક બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. ગુજરાતના દરિયા કિનારે 45 હજાર કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે. ગુજરાતના દરિયા અલગ-અલગ 40 પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સાથે સાથે ગુજરાતના દરિયાકિનારે આવેલ 18 પોર્ટને આધુનિક બનાવાશે. સોમનાથની મુલાકાત પૂર્વે નરેન્દ્ર મોદીએ ભરૂચમાં દેશના સૌથી લાંબા કેબલ બ્રિજના ઉદઘાટન દરમિયાન સભાનું આયોજન કર્યું હતું જેમાં કેશુભાઇ પટેલના ભરપૂર વખણ કર્યા હતા. કેશુભાઇ પટેલના વખાણ કરતા મોદીએ કહ્યું હતું કે અમદાવાદ-બગોદરા હાઇવે પર પહેલા અનેક અકસ્માતો થતાં હતાં, પરંતુ કેશુભાઇ પટેલની સરકારે એ હાઇવેને ફોરલેન કરીને અકસ્માતો ઘટાડ્યાં છે. 

મોદીએ કહ્યું હતું કે આપણે કેસરિયા ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ અને સફેદ ક્રાંતિ કરવાની છે, તેની સાથે બ્લૂ રીવોલ્યુશન. 2022માં ખેડૂતની આવક બમણી થવી જોઈએ. મગફળીને એક્સપોર્ટ કરવામાં આવશે. કંડલા પોર્ટ પર સ્માર્ટ બંદરનીય નગરી બનાવાશે. 21 કરોડ ગરીબોને RuPay કાર્ડ આપ્યા. દેશમાં 400 જુદા જુદા પ્રોજેક્ટ પસંદ કર્યા.  40 પ્રોજેક્ટ ગુજરાતના દરિયા કિનારે.  45 હજાર કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કરાશે. 18 કોસ્ટ આધુનિક બનાવાશે. 11 પોર્ટ કનેક્ટિવીટી અપગ્રેડ કરાશે. દ્વારકા અને બેડદ્વારકા નવા બ્રિજનું નિર્માણ થશે. આ બ્રિજ 500 કરોડ રૂપિયામાં બનશે. 3 વર્ષના ટૂંકા ગાલામાં વિકાસ કરી બતાવ્યો. ગરીબ લોકોએ જનધન યોજનામાં ખાતા ખોલાવ્યા. વિકાસનો લાભ દેશના તમામ ગરીબને મળે. વહેલી સવારે આટલી મોટી સંખ્યામાં મોટી આવ્યા તે બદલ હું આપનો આબાર માનું છું.

વેબદુનિયા પર વાંચો