ભાજપના ધારાસભ્ય કેસરી સિંહ સોલંકી જુગાર રમવા અને દારૂ રાખવાના કેસમાં પકડાયા

શુક્રવાર, 2 જુલાઈ 2021 (09:34 IST)
ગુજરાતના ખેડા જિલ્લાની માતાર વિધાનસભા સીટ પરથી ભાજપના ધારાસભ્ય કેસરી સિંહ સોલંકીને પોલીસ ધરપકડ કરી લીધી છે. પોલીસે ધારાસભ્યને તેમના રિસોર્ટ પર જુગાર રમવા અને દારૂ રાખવાના ગુનામાં ધરપકડ કરી લીધી છે. હાલ ધારાસભ્ય સહિત 25 અન્ય લોકોને પંચમહાલ જિલ્લા પોલીસે ગુરૂવારે જુગાર રમવા અને દારૂ રાખવાના આરોપમાં ધરપકડ કરી છે. 
 
લોકલ ક્રાઇમ બ્રાંચના રાજદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પંચમહાલ પોલીસ જિલ્લાએ પાવાગઢ નજીક એક રિસોર્ટમાં ગુરૂવરે રાત્રે રેડ પાડી હતી. આ દરમિયાન ધારાસભ્ય કેસરી સિંહને 25 અન્ય લોકો સાથે પકડી લીધા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે અમે કેસરી સિંહ સોલંકી અને 25 અન્ય લોકોને જુગાર રમતા જોવા મળ્યા હતા. તેમની પાસેથી દારૂની બોટલો પણ મળી આવી હતી. આગળની તપાસ ચાલુ છે. 
 
પોલીસે જાણકારી આપી છે કે આ મામલે ધરપકડ કરવામાં આવેલા લોકોમાં 7 મહિલા અને 18 પુરૂષ છે. પોલીસે તેમની પાસેથી 7 દારૂની બોટલો પણ જપ્ત કરી છે. પોલીસના અનુસાર રિસોર્ટમાં તમામ પાર્ટી કરી રહ્યા હતા અને જુગાર રમી રહ્યા હતા. તમને જણાવી દઇએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે અને એવામાં ભાજપના ધારાસભ્ય આ પ્રકારે પકડાય તો તેના લીધે ભાજપન માટે ખૂબ મુશ્કેલીનું કારણ બની શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર