Metro Rail Project શરૂ થયા બાદ અમદાવાદમાં બનશે ચાર ચાર સ્કાય વોક
મંગળવાર, 18 જુલાઈ 2017 (13:12 IST)
આશ્રમ રોડ પર મેટ્રો રેલ પ્રોજેક્ટ શરૂ થયા બાદ આ રોડ પર સ્કાય વૉક કરતા લોકો જોવા મળશે. એક અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં જુદા જુદા પોઈ્ન્ટ્સ પર મેટ્રો યાત્રીઓની સરળતા વધારવા માટે ચાર કે તેથી વધુ સ્કાય વૉક બનાવવામાં આવશે. સૌથી મોટો સ્કાય વોક જૂની હાઈકોર્ટથી માંડીને ગુજરાતી સાહિત્ય પરિષદ રોડ સુધી બનશે. અધિકારીએ જણાવ્યું કે સ્કાય વોકને આયોજન મુજબ મુખ્ય જંક્શન્સ સાથે જોડવાની માંગણી યાત્રીઓએ ઊઠાવી હતી. અમે મેટ્રો ઓથોરિટી માટે એક પ્લોટ શોધી રહ્યા છે
જ્યાં યાત્રીઓ માટે સ્કાય વોક પર ચઢવા માટે એસ્કેલેટર મૂકી શકાય. આશ્રમરોડ ઉપરાંત અમદાવાદમાં ચાર બીજી જગ્યાઓએ સ્કાય વૉકનું આયોજન કર્યું છે. ઉત્તર-દક્ષિણ કોરિડોરનો સ્કાય વોક પાલડી બસ સ્ટેશન પાસેના જલારામ મંદિર ચાર રસ્તા નજીક હશે. અધિકારીઓએ જણાવ્યું કે ત્રીજો સ્કાય વૉક રાણીપ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ડિપો અને વાડજમાં વિકસી રહેલા સ્માર્ટ સિટી વચ્ચે ડેવલપ કરવામાં આવશે. આ સ્કાય વૉકની મદદથી બસના યાત્રીઓ મેટ્રો સુધી પહોંચી શકશે. ચોથો સ્કાય વોક સાબરમતી રેલ્વે સ્ટેશન નજીક બનાવવામાં આવશે. રબારી કોલોની પાસે પણ સ્કાય વોક બનાવવાનું આયોજન છે પણ આ વાત હજુ ઘણા પ્રાથમિક તબક્કે છે.