હવામાન વિભાગના જણાવ્યું છે કે, હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે અને કચ્છમાં હિટવેવ રહેવાની શક્યતા છે. કચ્છમાં આગામી બે દિવસ સૂકા અને ગરમ પવન ફૂંકાશે અને ગરમીનું પ્રમાણ વધી જશે. સાથે અન્ય શહેરોના મહત્તમ તાપમાન પણ ઊંચું આવશે. આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને 13 અને 14 માર્ચના માવઠું થશે. કારણ કે ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થઈ રહ્યું છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.