એશિયાની ટોપ ૩૦૦ યુનિવર્સિટીમાં ગુજરાતમાંથી એક માત્ર M.S. યુનિવર્સિટીને સ્થાન મળ્યું
શુક્રવાર, 17 માર્ચ 2017 (13:39 IST)
અમેરિકાની સંસ્થા દ્વારા તાજેતરમાં ૭૯ દેશોની ૯૮૦ યુનિવર્સિટીઝનુ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યુ છે.જેમાં એશિયાની ટોચની ૩૦૦ યુનિવર્સિટીઓના લિસ્ટમાં એમ એસ યુનિવર્સિટીને પણ સ્થાન મળ્યુ છે.જ્યારે વિશ્વ સ્તરે એમ એસ યુનિવર્સિટીને ૮૦૧ થી ૯૮૦ની વચ્ચે ક્રમ મળ્યો છે.નેક દ્વારા તાજેતરમાં યુનિવર્સિટીેને એ ગ્રેડ મળ્યા બાદ યુનિવર્સિટીના ફાળે વધુ એક સિધ્ધિ આવી છે.
ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા બહાર પાડવામાં આવેલા રેન્કિંગ પ્રમાણે એશિયાની ટોપ ૩૦૦ શૈક્ષણિક સંસ્થાઓમાં ભારતની ૩૩ યુનિવર્સિટીઓનો(આઈઆઈએમ અને આઈઆઈટી સહીત)નો સમાવેશ થયો છે.જેમાં એમ એસ યુનિવર્સિટીની પણ ગણતરી કરવામાં આવી છે.એશિયાના રેન્કિંગમાં રેન્કિંગમા એમ એસ યુનિવર્સિટીને ૨૫૧ થી ૩૦૦ની વચ્ચે સ્થાન મળ્યુ છે.ભારતની ૩૩ સંસ્થાઓમાં માત્ર યુનિવર્સિટીની જ ગણતરી કરવામાં આવે તો એમ એસ યુ ૧૩મા સ્થોન છે પણ તમામે તમામ ૩૩ સંસ્થાઓમાં એમ એસ યુનિવર્સિટીને ૨૫મુ સ્થાન મળેલુ છે.જ્યારે વર્લ્ડ રેન્કિંગની વાત કરવામાં આવે તો એમ.એસ.યુનિવર્સિટીને ૮૦૦ થી ૯૮૦ ની વચ્ચે રેન્ક મળ્યો છે. રેન્કિંગ માટે ટીચિંગ, રીસર્ચ, સાઈટેશન(યુનિવર્સિટીના અધ્યાપકોના રીસર્ચ પેપરનો અન્ય સંસ્થાઓના રીસર્ચ પેપરમાં કેટલી વખત ઉલ્લેખ કરાયો છે તે),ઈન્ટરનેશનલ આઉટલૂક અને ઈન્ડસ્ટ્રી ઈન્કમ એમ મુખ્ય પાંચ પાસાને ગણતરીમાં લેવામાં આવ્યા હતા. આખા ગુજરાતમાંથી એક માત્ર એમ એસ યુનિવર્સિટીને આ રેન્કિંગમાં સ્થાન મળ્યુ છે.ભારતમાં ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ ,બેંગ્લોરને એશિયામાં ૨૭મો અને ભારતમાં પ્રથમ ક્રમ મળ્યો છે.વિશ્વમાં પ્રથમ ક્રમ ઓક્સફર્ડ યુનિવર્સિટીેને પ્રાપ્ત થયો છે.