ગાંધીનગરમાં સતત ત્રીજા દિવસે આંદોલન જારી: યુવરાજસિંહ બહાર થયા અને કોંગ્રેસ પ્રવેશી

શનિવાર, 7 ડિસેમ્બર 2019 (16:57 IST)
બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માંગ સાથે સતત ત્રીજા દિવસે પણ પાટનગર ગાંધીનગરમાં આંદોલન જારી રહ્યુ છે. જોકે, પરીક્ષાર્થીઓ રદ કરવાની માંગ સાથે સરકાર સાથે વાટાઘાટો કરવા ગયેલાં નેતા યુવરાજ સિંહ સહિતના આંદોલનકારીઓ સીટની વાતનો સ્વિકાર કરીને આંદોલનમાં આઉટ થયાં છે જયારે કોંગ્રેસે આંદોલનમાં એન્ટ્રી મારી છે. કોંગ્રેસના નેતાઓએ પાટનગરના રસ્તા પર પરીક્ષાર્થીઓની સાથે જ કડકડતી ઠંડીમાં રાત ગુજારી હતી. હવે તો પરીક્ષાર્થીઓને ખેડૂતોએ પણ ટેકો જાહેર કર્યો છે. બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માંગ સાથે નેતાગીરી કરતાં યુવરાજસિંહ સહિતના નેતાઓએ સરકારની બધીય વાત સ્વિકારી લીધી છે પરિણામે પરીક્ષાર્થીઓ રોષે ભરાયાં છે. તેમનુ કહેવુ છેકે, માત્ર નેતાગીરી કરનારાં આ નેતાઓએ લાખો પરીક્ષાર્થીઓને અંધારામાં રાખ્યાં છે જેના કારણે સીટની વાત સ્વિકાર્ય નથી. દસ દિવસ બાદ પણ આ તપાસમાં કશુય તથ્ય નીકળવાનુ નથી. બધાયને કલીનચીટ મળી જશે.પણ પરીક્ષા રદ થશે નહીં.આ તરફ, રાજ્ય સરકાર પરીક્ષા રદ કરવાના મતમાં નથી. બીજી તરફ, આંદોલનમાં હવે રીતસરના બે ફાટાં પડયાં છે. હવે પરીક્ષાર્થીઓ એક સૂરમાં કહી રહ્યાં છેકે, કોઇપણ ભોગે પરીક્ષા જ રદ થવી જોઇએ. પરીક્ષાર્થીઓનો આ મૂડ જોતા યુવરાજસિહ સહિતના આંદોલનકારીઓ ભૂગર્ભમાં ઉતરી પડયાં છે. આ તરફ, પરીક્ષાર્થીઓ આક્રમક મૂડ સાથે મહાત્મા મંદિર પાસે કડકડતી ઠંડીમાં રાત ગુજારી હતી અને રસ્તા પર સૂઇ ગયાં હતાં. ગુરૂવારની મોડી રાત્રે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસી ધારાસભ્યો પરીક્ષાર્થીઓને મળવા પહોચ્યાં હતાં. એટલુ જ નહીં, પરીક્ષાર્થીઓની સાથે જ રાત ગુજરી હતી. એ તો ઠીક પણ,પરેશ ધાનાણીએ તો પરીક્ષાર્થીઓ માટે ભોજન સુધૃધાં બનાવ્યુ હતું.હાર્દિક પટેલ અને જીજ્ઞોશ મેવાણી પરીક્ષા રદ કરવાની માંગ સાથે એક એક દિવસના પ્રતિક ઉપવાસ પણ કરશે. આ આંદોલનમાં કોંગ્રેસના ધારાસભ્યો પણ જોડાનાર છે.  હવે પરીક્ષાર્થીઓના આંદોલન પર કોંગ્રેસે કબજો કરી લીધો છે. પરીક્ષાર્થીઓના આંદોલનને ખેડૂતોએ પણ ટેકો જાહેર કર્યો છે. કોંગ્રેસ હવે 9મી ડિસેમ્બર સુધી આ આંદોલનને વધુ વેગીલુ બનાવવા ઇચ્છુક છે કેમકે, સોમવારે કોંગ્રેસે વિધાનસભા કૂચનુ એલાન આપ્યુ છે તે જોતાં સરકાર અને પોલીસ સમગ્ર પરિસિૃથતી પર નજર રાખી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર