મેજિસ્ટ્રેટે આસિ. સુપ્રિન્ટેન્ડેન્ટને 'ગેટ આઉટ' કહેતા મામલો ચીફ મેજિસ્ટ્રેટ સમક્ષ

મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (15:06 IST)
ઘીકાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટના એક મેજીસ્ટ્રેટે તેમના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટને ડાયસ પરથી જ ગેટ આઉટ કરી કાઢી મૂકતા આ અંગે ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સમક્ષ લેખિતમાં અરજી કરી આ અંગે રજૂઆત કરવામાં આવી છે. મેટ્રોપોલિટન કોર્ટ સંકુલમાં સેવા આરતા એક મેજીસ્ટ્રેટે બપોરે દોઢ વાગ્યા આસપાસ તેમના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટને ગેટ આઉટ કહી કાઢી મૂક્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

જેથી આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટે ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટને અરજી કરી રજૂઆત કરી છે કે હું વર્ષ 2017થી આસિસન્ટન્ટ સુપ્રિન્ટન્ડન્ટ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવું છું. નવા જજ સાહેબ સ્ટાફ, વકીલો અને પક્ષકારોને અપમાનિત કરે છે. કેસ કમિટ કરવાની કામગીરીનં ખૂબ ભારણ હોવા છતાં અત્યાર સુધીમાં 110થી વધુ કેસો સમયસર કમિટ કર્યા છે. હું જે કોર્ટમાં કામ કરૂં છે તે કોર્ટ હેઠળ પાંચ પોલીસ સ્ટેશનની હદ આવે છે અને ઓછો સ્ટાફ હોવા છતાં નિષ્ઠાપૂર્વક કામ થાય છે. આમ છતાં જજ સાહેબ અપમાનજનક શબ્દો બોલી હડધૂત કરે છે. જેના કારણે માનસિક તણાવમાં કામ કરવું પડે છે. જેથી આ અંગે યોગ્ય નિર્ણય થવો જોઇએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર