અમદાવાદનો ખુબજ ચર્ચીત કિસ્સો વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલના ગુમ થવા મામલે પોલીસ તપાસમાં મહત્વની વાત સામે આવી છે. આ બંને 1 ઓક્ટોબરથી ગુમ થયા છે ત્યારે ગુમ થયાના ત્રણ દિવસ પહેલા જ શિવમે મિત્ર પાસેથી 10 હજાર રૂપિયા માગ્યા હતા. આ ઉપરાંત પોલીસે અમદાવાદના 30થી વધુ સ્થળોના સીસીટીવી ફૂટેડ પણ ચેક કર્યા છે. જ્યારે વૃષ્ટિ અને શિવમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વૃષ્ટિ અને શિવમ પટેલના ગુમ થવા મામલે પોલીસે અત્યાર સુધીમાં છથી વધુ જગ્યાના સીસીટીવી મેળવ્યા છે. આ અગાઉ સોસાયટીના ફુટેજ બાદ વધુ સીસીટીવી ફુટેજમાં વૃષ્ટિ અને શિવમ ક્યાં ક્યાં જાય છે તે વિશેની માહિતી સામે આવી હતી. વૃષ્ટિ અને શિવમ સોસાયટીમાંથી નીકળી ઝેવિયર્સ કોલેજ સુધી ચાલતા ગયા હતા. ત્યારબાદ કાલુપુર રેલવે સ્ટેશન પરનાં સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યાં છે. જેમાં બંન્ને લોકો શિવમનાં ઘરેથી નીકળીને રિક્ષામાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે.
જો કે, આ મામલેમાં પોલીસે 20થી વધુ લોકોનાં નિવેદન લીધા અને હજી આ મામલે વધુ લોકોની પૂછપરછ થઇ રહી છે. વૃષ્ટીનો પરિવાર પોર્ટુગલ વસવાટ કરે છે. ત્યારે હાલ વૃષ્ટિ ગુમથાયના સમાચાર માળતા તેઓ અમદાવાદ પરત આવ્યા છે. જયારે શિવમનો પરિવાર અમેરિકા રહે છે. બન્નેનો પરિવાર વિદેશમાં રહેતો હોવાથી પોલીસને કોઈ કડી નથી મળી રહી. સૂત્રો કહે છે કે વૃષ્ટી તેના પિતાના બીજા લગ્નની પત્નીની પુત્રી હતી.