પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસ પર

સોમવાર, 22 મે 2017 (11:18 IST)
નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસ પર રહેશે. તેઓ ત્યા 23 મે ના રોજ ગાંધીનગરમાં આફ્રિકી વિકાસ બેંકની વાર્ષિક સામાન્ય બેઠકમાં ભાગ લેશે. તેઓ આજે કચ્છ જીલ્લામાં જશે જ્યા તેઓ કંડલામાં વિકાસ કાર્યોનુ ઉદ્દઘાટન કરશે અને નર્મદા જળ પંપિગ સ્ટ્શન રાષ્ટ્રને સમર્પિત કરશે. તે આજે રાત્રે ગાંધીનગર રોકાશે. . વડાપ્રધાનની મુલાકાતને લઇ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાનની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કચ્છના સાંસદ, ધારાસભ્યો વગેરે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવિયા પણ આ પ્રસંગે હાજર રહેશે.
 
 
પીએમ 23 મે ના રોજ ગાંધીનગરમાં આફ્રિકી વિકાસ બેંકની વાર્ષિક બેઠકમાં ભાગ લેશે. બપોરે 2.20 વાગ્યે તેઓ ભુજ એયરપોર્ટ પહોંચશે. ત્યારબદ તેઓ હેલીકોપ્ટરથી 2.25 વાગ્યે કંડલા માટે રવાના થશે અને બપોરે 2.45 વાગ્યે કંડલા એયપર્પોર્ટ પહોંચશે. મોદી બપોરે 3 વાગ્યે કંડલ પોર્ટના એક્ઝિબિશન ગ્રાઉંડ પહોંચશે જ્યા તેઓ શિલાન્યાસ એવોર્ડ કાર્યક્રમ અને એક જનસભાને સંબોધિત કરશે. તેઓ સાંજે 4 વાગ્યે કંડલા પોર્ટથી કંડલા એયરપોર્ટ માટે રવાના થશે. 
 
સાનેજ 4.15 વાગ્યે હેલીકોપ્ટથી ભચાઉ માટે રવાના થશે. તે સાંજે 4.40 વાગ્યે ભચાઉ પહોંચશે જ્યા તેઓ કચ્છ નર્મદા બ્રાંચના પંપિગ સ્ટેશનનું લોકાર્પણ કરશે અને સાંજે 5.15 વાગ્યે જનસભાને સંબોધિત કરશે. મોદી સાંજે 6.30 વાગ્યે ભચાઉથી ભુજ રવાના થશે અને સાંજે 7.05 વાગ્યે ભુજથી અમદાવાદ માટે રવાના થશે. મોદી રાત્રે 8 વાગ્યે અમદાવાદ એયરપોર્ટ પહોંચશે અને ફરી ગાંધીનગર રાજભવન માટે રવાના થશે. મોદી રાત્રે 8.30 વાગ્યે રાજભવન પહોંચશે. 

વેબદુનિયા પર વાંચો