ભૂકંપના 16 વર્ષ બાદ કેટલી ઝડપથી વિકસી રહ્યું છે કચ્છ
શનિવાર, 28 જાન્યુઆરી 2017 (17:34 IST)
ગુજરાતમાં 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલા ભયાનક ભૂકંપને જોતજોતામાં 16 વર્ષ વીતી ગયા છે. પરંતુ છેલ્લા 16 વર્ષોમાં કચ્છ ન માત્ર પોતાના દમ પર પાછુ બેઠુ છયું છે પણ તે ગુજરાતનું ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન પણ બની ગયું છે. એક સમયે વેરાન અને ઉજ્જડ કચ્છ આજે ઇન્ડસ્ટ્રીથી ધમધમે છે. શરૂઆતમાં કચ્છમાં ઇન્ડસ્ટ્રીઝને આકર્ષવા માટે ગુજરાત સરકારે તેમને કરમાં રાહત આપવાની જાહેરાત કરી હતી. પરંતુ વર્ષ 2010માં આ રાહતો બંધ કર્યા પછી પણ ઇન્ડસ્ટ્રી અને મોટી કોર્પોરેટ કંપનીઓએ કચ્છમાં ઇન્વેસ્ટ કરવાનું ચાલુ જ રાખ્યું છે. આનું કારણ એ છે કે કચ્છમાં આસાનીથી મોટી જમીનો, બંદરો અને સારુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે છે. અમદાવાદના ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ સુનિલ પારેખ જણાવે છે, "કચ્છ એક મોટી સફળતા છે. અગાઉ સરકારે ઇન્ડસ્ટ્રીને આકર્ષવા ટેક્સમાં રાહત આપવી પડતી હતી. હવે ઇન્ડસ્ટ્રી સામેથી અહીં આવે છે. કચ્છ ઝડપથી જ બંદર સાથેનું ઇન્ડસ્ટ્રી હબ બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી." અદાણી ગૃપ, વેલસ્પન ગૃપ, ઇન્ફ્રરાસ્ટ્રક્ચર લીઝીંગ અને ફાયનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (IL&FS), અલ્ટ્રાટેક સિમેન્ટ, સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, GHCL જેવી કંપનીઓના પ્રોજેક્ટ્સને કારણે આવનારા વર્ષોમાં કચ્છમાં 1.5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું હતું. આમાંથી કેટલીય કંપનીઓ તો કચ્છમાં એક દાયકા કરતા પણ વધુ સમયથી કામ કરી રહી છે. કચ્છમાં ભૂકંપ બાદ ગામડાઓને ઊભા કરવા માટે રૂ. 10,000 કરોડની જરૂર હતી. 2001 પહેલા કચ્છમાં માત્ર રૂ. 2500 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હતું. જ્યારે આજે ક્ચછમાં 1 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થયું છે. કચ્છ જિલ્લો રાજ્ય સરકારને વાર્ષિક રૂ. 25,000 કરોડનો ટેક્સ ચૂકવે છે. પાંચ વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીને કરમાં અપાયેલી રાહતને કારણે અહીં પોર્ટ્સ, પાવર જનરેશન, મરિન કેમિકલ્સ, સિમેન્ટ, ટેક્સ ટાઈલ, ખાદ્યતેલની રિફાઈનરી, સ્ટીલ અને પાઈપની અનેક ઇન્ડસ્ટ્રીનો પ્રવેશ થયો છે. વળી, ભારતના બે સૌથી મોટા ખાનગી અને સરકારી બંદરો મુન્દ્રા અને કંડલા તથા બે સૌથી મોટા પાવર પ્રોજેક્ટ પણ કચ્છમાં આવેલા છે. વિશ્વમાં બીજે ક્યાંય આટલી ઝડપે કોઈ જિલ્લાનો વિકાસ નથી થયો. કુદરતી આફત પછી પહેલા 5થી 10 વર્ષમાં વિકાસ સૌથી ઝડપી હોય છે પરંતુ પછી આ ઝડપે વિકાસ શક્ય બનતો નથી. પરંતુ કચ્છમાાં આવું નથી. ટેક્સની રાહતો પાછી ખેંચાયા પછઈ પણ મોટાભાગના ઉદ્યોગોએ કચ્છમાં ઇન્વેસ્ટ કરવાનું ચાલુ જ રાખ્યું છે અને કચ્છના વિકાસમાં ફાળો આપ્યો છે. ડેવલપમેન્ટના આગામી તબક્કા માટે સરકારે કચ્છમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઝડપથી વિકસાવવું પડશે. મુન્દ્રા અને કંડલા પોર્ટ પર કાર્ગો પહોંચાડવા માટે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તાતી જરૂર છે.