કિરણ પટેલની પત્નીએ કહ્યું કે, સારા ડેવલોપમેન્ટ માટે કાશ્મીર ગયા અને કોઈએ ફસાવ્યા છે

શુક્રવાર, 17 માર્ચ 2023 (14:55 IST)
જમ્મુ-કાશ્મીરમાંથી પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને પીએમઓનો અધિકારી હોવાનું જણાવી રહ્યો હતો. ગુજરાતના રહેવાસી આ શખ્સનું નામ કિરણ પટેલ છે. તે પોતાને પીએમઓનો એડિશનલ ડિરેક્ટર જણાવી રહ્યો હતો. ત્યારે આ મહાઠગ  મૂળ અમદાવાદનો રહેવાસી છે. કિરણ પટેલ અમદાવાદમાં પણ પોતે સંઘ સાથે જોડાયેલો હોવાનું તથા PMOમાં હોવાનો લોકોને કહેતો હતો.

કિરણ પટેલ શહેરના ઘોડાસર વિસ્તારમાં પ્રેસ્ટિજ બંગ્લોઝમાં ભાડાના મકાનમાં રહે છે. તેની પત્ની વ્યવસાયે ડોક્ટર છે. આ ઠગે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ નથી છોડ્યા.કિરણ પટેલની પત્નીએ કેટલીક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમારે કોઇનું ખરાબ કરવું નથી. તે ત્યાં ડેવલોપમેન્ટ માટે ગયા છે અને તેમને કોઇ પ્રોબ્લેમ થયો છે. એટલે અમે વકીલને મોકલ્યો છે અને તે બધું ત્યાં સમજીને આવ્યા છે. મારી રીતે આ પોઝિટિવ છે. અમે કોઇનું ખરાબ કર્યું નથી અને કોઇનું ખરાબ ઇચ્છતા પણ નથી. આ સિવાય આ અંગેના બધા જવાબ અમારી વકીલ આપશે.

કિરણ પટેલ PMOમાં છે કે નહીં તે બાબતે માલિની પટેલે જણાવ્યું હતું કે PMOમાં કિરણને બધા ઓળખે છે.બધા મોટા માણસ કિરણને ઓળખે છે, સારા માણસો સાથે તેમણે કોન્ટેકટ છે. કોઈનું નામ ન અપાય પણ PMOમાંથી મોટા માણસ કિરણને ઓળખે છે. કિરણની કોઈ બદનામી કરી રાહ્યું છે. કોઈ છે જે કિરણની પાછળ પડ્યું છે પરંતુ કોણ છે તે નથી ખબર.જૂના કેસ હતા અમારા જેઠના અને બીજા તે કેસ તો ક્યારના પુરા થઈ ગયા છે. જૂના કેસમાં ક્રોસિંગ પણ થઈ ગયું છે. અત્યાર સુધીની તપાસમાં કિરણનું વધારે ખરાબ પણ નીકળ્યું નથી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર