લ્યો બોલો Jio પાણીપુરી વાળો સોશિયલ મીડિયામાં Viral થયો
સોમવાર, 22 મે 2017 (16:11 IST)
પોરબંદરમાં એક પાણીપુરીવાળાએ તેની લારીનું નામ ‘જીઓ’ રાખ્યું છે. જ્યાં તે પણ ‘જીઓ’ની જેમ પાણીપુરીમાં પણ આકર્ષિત ઓફર આપી છે. મૂળ મધ્યપ્રદેશનો અને પોરબંદરમાં રહેતો અને પાણીપુરીનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતા રવી નામના યુવાને પોતાની પાણીપુરીના ધંધાને વધારવા આકર્ષક સ્કીમ રાખી છે. પોરબંદરની ચોપાટીએ દેશ-વિદેશથી લોકો ફરવા માટે આવતા હોય છે તેમજ શહેર સહિત ગ્રામ્યવિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવતા હોય છે ત્યારે રવિએ પોતાની પાણીપુરીના ધંધાને વધારવા જીઓ સીમકાર્ડની જેમ જીઓ પાણીપુરી શરૂ કરી સ્કીમ રાખવામાં આવી છે.
ફોન ટેરિફની જેમ રવીએ પણ ઓફર મુકી છે, મીડિયા રિપોર્ટ્સ મુજબ રવિએ પાણીપુરી ખાનારાઓ માટે દૈનિક અને માસિક બંને પ્રકારની ઓફર શરૂ કરી છે. દૈનિક ઓફર હેઠ્ળ 100 રૂપિયા આપીને મનપસંદ પાણીપુરી ખાઈ શકાય છે. મતલબ 100 રૂપિયા આપો અને જેટલી મન કરે એટલી પાણીપુરી ખાવ. માસિક ઓફર 1000 રૂપિયાની છે. આ ઓફર હેઠળ રવિને 1000 રૂપિયા આપો અને આખો મહિનો જેટલી પાણીપુરી ખાવી હોય તેટલી ખાવ. આ ઓફર પ્રતિ એક વ્યક્તિ દીઠ છે. ગ્રાહકોને રૂા. 20 વાળી પ્લેટ 5 પ્લેટ પર 1 પ્લેટ ફ્રી. બીજી સ્કીમમાં 1000 રૂપીયામાં 1 મહિનો 1 વ્યક્તિને ફ્રી એના માટેના ટોકન પણ બનાવ્યા છે. પાણીપુરીવાળા યુવકે સ્કીમનો ઉપયોગ ધંધા વધારવાનું ઉમદા ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. રવીનો દાવો છે કે આ ઓફર લોકોને ઘણી પસંદ આવી રહી છે. આ ઓફરથી ઘણો ફાયદો થાય છે અને ગ્રાહકો પણ વધી રહ્યાં છે.
Jio Effect in Ahmedabad
- Unlimited Pani Puri for a day for Rs.100/-
- Unlimited Pani Puri for a MONTH for Ra.1000/- pic.twitter.com/BpxQshF0kk