ગત વર્ષે કોરોના કાળને કારણે આ ઉજવણી થઈ શકી ન્હોતી ત્યારે ભક્તોમાં આ વર્ષે ઉજવણીનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે અને ગામેગામ, શહેરે શહેરમાં મહાપ્રસાદ, શોભાયાત્રા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા છે.
કોરોનાકાળ બાદ આજે તેમની 222મી જન્મજયંતી હોઈ દેશના ખૂણેખૂણેથી ભક્તો વીરપુર આવ્યા છે. જલારામ બાપાની જન્મજયંતીએ પદયાત્રા કરીને આવનારા ભક્તોનો વર્ગ મોટો છે, ત્યારે આજે સવારથી જ મંદિરમાં માથુ ટેકવવા પહોંચ્યા હતા. હજી પણ ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ જ છે. વહેલી સવારે પૂજ્ય બાપાના મંદિરે દર્શન કરવા દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી.