ગાંધીનગરમાં રિયલ એસ્ટેટ કંપની PSY ગ્રુપ ઉપર ITના દરોડા, 27 સ્થળોએ તપાસ ચાલુ

ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2024 (12:11 IST)
- ગાંધીનગરમાં રિયલ એસ્ટેટ બિલ્ડર અને કન્સ્ટ્રક્શન કંપની PSY ગ્રુપ પર ઇન્કમટેક્સ દરોડા 
- મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના
- હોસ્પિટલો સહિત અનેક સ્થાને આવકવેરા વિભાગે દરોડા પડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું

 
 ગુજરાતમાં ઈન્કમટેક્સની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યાં છે. ગઈ કાલે વડોદરામાં ઈ-બાઈક બનાવતી કંપની પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ત્યારે આજે ગાંધીનગરમાં રિયલ એસ્ટેટ બિલ્ડર અને કન્સ્ટ્રક્શન કંપની PSY ગ્રુપ પર ઇન્કમટેક્સે તવાઈ બોલાવી છે. PSY ગ્રુપના નિલય દેસાઈ, બંકીમ જોશી અને વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારો પર ઈન્કમટેક્સની ટીમે દરોડા પાડ્યા છે. 
 
વેપારીઓ અને બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો
ગાંધીનગરમાં આ બિલ્ડર ગ્રુપ સહિત એક સાથે 27 સ્થળો પર તપાસ ચાલી રહી છે. તપાસમાં ઇન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓ જોડાયા છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના છે. ગાંધીનગરમાં સેક્ટર 8, 21 સહિતના એરીયાઓમાં ઇન્કમટેક્સ ટુકડીઓ ત્રાટકી છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે. રાજ્યમાં ગઈકાલે વહેલી સવારથી આવકવેરા વિભાગના દરોડા શરૂ થતાં વેપારીઓ અને બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે. 
 
વોર્ડ વિઝાર્ડ કંપની પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા
વડોદરા શહેરમાં ગઈકાલે વહેલી સવારથી જ વોર્ડ વિઝાર્ડ કંપની પર આવકવેરા વિભાગે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આવકવેરા વિભાગની ટીમો દ્ધારા વોર્ડ વિઝાર્ડના CMD યતીન ગુપ્તેના નિવાસ સહિત તેમની કંપની, હોસ્પિટલો, પ્લાન્ટ પર મોટાપાયે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.ભાયલી સ્થિત નિવાસસ્થાન સહીત આજવા સયાજીપુરામાં આવેલી કંપની, મકરપુરામાં આવેલી કંપની, વડસર અને હરિનગરમાં આવેલ હોસ્પિટલો સહિત અનેક સ્થાને આવકવેરા વિભાગે દરોડા પડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર