IPL 2021, KKR vs MI: રોમાંચક મુકાબલામાં મુંબઈ ઈંડિયંસે કલકત્તા નાઈટ રાઈટડર્સને 10 રનથી હરાવ્યુ

મંગળવાર, 13 એપ્રિલ 2021 (23:30 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021ની પાંચમી મેચમાં આજે 5 વારની ચેમ્પિયન મુંબઈ ઈંડિયંસે કોલકાતા નાઈટ રાઈડર્સને રોમાંચક મુકાબલામાં 10 રનથી હરાવીને આ સીઝનની પ્રથમ મેચ જીતી છે. મુંબઈથી કલકત્તાને 153 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. જેના જવાબમાં ઈયોન મોર્ગનની કપ્તાનીવાળી ટીમ 142  રન જ બનાવી શકી અને 10 મેચથી હારી ગઈ. મુંબઈ તરફથી લેગ સ્પિનર રાહુલ ચાહરે શાનદાર પ્રદર્શન કરતા સૌથી વધુ 4 વિકેટ લીધી. 

 
 
LIVE UPDATES
 
- મુંબઈના બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ક્રીઝ પર આવતા જ દિગ્ગજ સ્પિનર હરભજન સિંહની એક જ ઓવરમાં ત્રણ ચોક્કા માર્યા છે. 
- કલકત્તાએ બંને છેડે સ્પિનર ગોઠવ્યા છે. આ બે ઓવરમાં મુંબઈએ 10 રન બનાવ્યા છે અને ક્વિંટન ડિકૉકના રૂપમાં 1 વિકેટ ગુમાવી છે. તેની વિકેટ વરુણ ચક્રવર્તીએ લીધી. 

- મુંબઈ ઈંડિયંસનો દાવ શરૂ થઈ ગયો છે. ટીમ તરફથી કપ્તાન રોહિત શર્મા અને ક્વિંટન ડિકૉકની જોડી ક્રીજ પર પહોંચી ગઈ છે. 
- કેકે આરની તરફ થી આજે 50મી મેચ રમવા ઉતરી રહ્યા છે સ્ટાર ઓલરાઉંડર શાકિબ અલ હસન. 
 

11:30 PM, 13th Apr
- મુંબઈ ઈંડિયંસે કોલકાતા નાઈટ રાઈડર્સને રોમાંચક મુકાબલામાં 10 રનથી હરાવીને આ સીજનની પોતાની પ્રથમ જીત નોંધાવી. રાહુલ ચાહરે મુંબઈ તરફથી સૌથી વધુ 4 વિકેટ લીધી. 

11:16 PM, 13th Apr
- મુંબઈની ટીમે અંતિમ ઓવરમાં જોરદાર રીતે કમબેક કરી લીધુ છે. કોલકાતાને અંતિમ ઓવરમાં જીત માટે 15 રન જોઈએ 

11:13 PM, 13th Apr
-મુંબઈની ટીમે અંતિમ ઓવરમાં જોરદાર રીતે કમબેક કરી લીધુ છે. કોલકાતાએ અંતિમ ઓવરમાં જીત માટે 15 રન જોઈએ 

11:09 PM, 13th Apr
- કુણાલ પંડ્યાએ રાહુલ ચાહરની જેમ પોતાની સ્પિનમાં શાકિબ અલ હસનેને ફસાવતા કલકત્તાને પાંચમો ઝટકો આપ્યો. આ સાથે જ આ મેચ હવે રોમાંચક થઈ ગયા છે. કોલકાતાને હવે 4 ઓવરોમાં 40 રનની જરૂર છે. 
- રાહુલ ચાહરે પોતાના સ્પૈલની અંતિમ બોલ પર ટકીને રમી રહેલ નીતીશ રાણાને સ્ટમ્પ આઉટ કરાવીને કલકત્તાની ટીમને ચોથો ઝટકો આપ્યો. રાણાએ 57 નની રમત રમી,. જેમા છ ચોક્કા અને બે છક્કા સામેલ રહ્યા. 15 ઓવર પછી કલકત્તાનો સ્કોર 122/4 છે. 



10:55 PM, 13th Apr
-રાહુલ ચાહરે આ મેચમાં પોતાની શાનદાર બોલિંગ કાયમ રાખતા કલકત્તાના કેપ્ટન ઈયોન મોર્ગનને  પેવેલિયન ભેગો કર્યો. આ તેમની આ દાવમાં ત્રીજી વિકેટ છે. 
 
- નીતીશ રાણાએ શાનદાર ફોર્મ કાયમ રાખતા આ મેચમાં પણ ફિફ્ટી જડી દીધી છે આ સાથે ટીમે પણ 100નો આંકડો પાર કરી લીધો છે. 

10:20 PM, 13th Apr
 
- લેગ સ્પિનર રાહુલ ચાહરે ટીમને પ્રથમ સફળતા અપાવતા ખતરનાક શુભમન ગિલને પેવેલિયન ભેગો કર્યો. ગિલે આ દાવમાં 24 બોલ પર 33 રનની રમત રમી 
- શુભમન ગિલ અને નીતીશ રાણાની જોડીએ પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી પુરી કરી લીધી છે. 7 ઓવર પછી ટીમનો સ્કોર 50-0 છે. 

09:21 PM, 13th Apr
- મુંબઈ ઈડિયંસે કલકત્તા સામે જીત માટે 153 રનનુ લક્ષ્ય મુક્યુ છે,. કલકત્તા તરફથી આંદ્રે રસએલે શાનદાર પ્રદર્શન કરતા 5 વિકેટ લીધી 


09:18 PM, 13th Apr
 -  - કેકેઆરના ઓલરાઉંડર આંદ્રે રસેલે 18મી ઓવર ફેંકતા કીરોન પોલાર્ડ અને માર્કો જેનસનની વિકેટ લીધી. આ સાથે જ ટીમે 7 વિકેટ ગુમાવી. ટીમનો સ્કોર 130/7 છે.




09:00 PM, 13th Apr
- કલકત્તાના ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ શાનદાર બોલિંગ કરતા ખતરનાક હાર્દિક પંડ્યાને પેવેલિયન ભેગા કર્યા. હાર્દિક માત્ર 15 રન જ બનાવી શક્યા. 


08:55 PM, 13th Apr
- કલકત્તાના ઝડપી બોલર પૈટ કમિંસે જોરદાર કમબેક કરતા મુંબઈના કપ્તાન રોહિત શર્માને પેવેલિયન ભેગા કર્યા. રોહિત પોતાના આ દાવમાં 32 બોલર 43 રન બનાવ્યા. 
- મુંબઈ ઈંડિયંસે 14મી ઓવરમાં 100 રન પૂરા કરી લીધા છે. હાલ કપ્તાન રોહિત સાથે હાર્દિક પંડ્યા બેટિંગ કરી રહ્યા છે. 



08:51 PM, 13th Apr
- સૂર્યકુમાર યાદવના આઉટ થતા જ બેટિંગ કરવા આવેલ ઈશાન કિશને પોતાના દાવને વધુ લાંબો ખેચી શક્યા નહી અને 3 બોલ પર 1 રન બનાવીને ફાસ્ટ બોલર પૈટ કમિંસના શિકાર બન્યા. 
 
- મુંબઈબા ધાકડ બેટિંગ સૂર્યકુમાર યાદવ ફિફ્ટી પુરી કર્યા પછી આઉટ થઈ ગયા. તેમણે શાકિબ હસને પોતાના શિકાર બનાવ્યા. ટીમનો સ્કોર 86/2 છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર