International Kite Festival
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪ માં ૫૫ દેશોના ૧૫૩ આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ૧૨ રાજ્યોના ૬૮ રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતનાં ૨૩ શહેરોના ૮૬૫ પતંગબાજોએ ભાગ લીધો છે. આ પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવશે.દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૮ જાન્યુઆરીએ વડોદરા, ૯ જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકા, ૧૦ જાન્યુઆરીએ સુરત અને રાજકોટ, ૧૧ જાન્યુઆરીએ ધોરડો અને વડનગર, ૧૨ જાન્યુઆરીએ નડાબેટ ખાતે પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૫૫ દેશોના ૧૫૩ પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. સહભાગી દેશોની વાત કરીએ તો આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બહેરિન, બેલારૂસ, બેલ્જિયમ, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રિકા, ડેન્માર્ક, એસ્ટોનિયા, ફ્રાન્સ, જ્યોર્જિયા, જર્મની, ગ્રીસ, હંગેરી, ઈન્ડોનેશિયા, ઈરાક, ઈઝરાયલ, ઈટલી, જાપાન, જોર્ડન, રિપબ્લિક ઓફ કોરિયા, લેબેનોન, લિથુઆનિયા, મલેશિયા, માલ્ટા, મોરેશિયસ, મેક્સિકો, મોરક્કો, નેપાળ, નેધરલેન્ડ્સ, ઓમાન, ફિલિપિન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, રશિયા, સાઉદી અરેબિયા, સિંગાપોર, સ્લોવાકિયા, સ્લોવેનિયા, દક્ષિણ આફ્રિકા, સ્પેન, શ્રીલંકા, થાઈલેન્ડ, ટ્યુનિશિયા, તુર્કી, યુક્રેન, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ, વિયેતનામ જેવા દેશોના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.
બિહાર, દિલ્હી, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિળનાડુ, તેલંગાણા અને ઉત્તરપ્રદેશ વગેરે રાજ્યોના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.
અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, કચ્છ, બોટાદ, ગાંધીનગર, જસદણ, જૂનાગઢ, ખેડા, લુવારા, મોટા ભાડિયા, નવસારી, ઓડ, પાટણ, રાજકોટ, રાણપુર, સાબરકાંઠા, સાવરકુંડલા, સુરત, થાનગઢ અને વડોદરાના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.