રાજ્ય સરકારે નવી સરકારી સ્કૂલો શરૂ કરવાની જગ્યાએ ખાનગી સ્કૂલોને વધુ પ્રોત્સાહન આપ્યું

બુધવાર, 15 માર્ચ 2023 (14:35 IST)
વિધાનસભામાં સરકારે કબૂલ્યું બોટાદ, ભરૂચ, જામનગર અને દેવભૂમિ દ્રારકામાં એક પણ નવી  પ્રાથમિક અને માધ્યમિક ગ્રાન્ટેડ શાળાને મંજુરી આપી નથી
 
નવી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા મામલે વિધાનસભામાં સવાલ પુછાયો હતો. આ સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે બોટાદ, ભરૂચ, જામનગર અને દેવભૂમિ દ્રારકામાં શિક્ષણ વિભાગે એક પણ નવી  પ્રાથમિક અને માધ્યમિક ગ્રાન્ટેડ શાળાને મંજુરી આપી નથી. 
 
જામનગરમાં નોન ગ્રાન્ટેડ 6 શાળાઓને મજૂરી આપી
વર્ષ 2021 અને 22 માં દ્રારકા અને જામનગર જિલ્લામાં ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને એકપણ મજુરી આપી નથી જ્યારે નોન ગ્રાન્ટેડ  પ્રાથમિકમાં કુલ નવી 30 શાળાઓને મંજૂરી આપી છે.જ્યારે વર્ષ 2021 અને 22માં દ્રારકા અને જામનગર જિલ્લામાં  માધ્યમિક ગ્રાન્ટેડ શાળાને મંજૂરી આપી નથી અને નોન ગ્રાન્ટેડ 6 શાળાઓને મજૂરી આપી છે. 
 
પ્રાથમિક નોન ગ્રાન્ટેડ કુલ 27 શાળાઓને મંજૂરી
વર્ષ 2021 અને 22માં ભરુચ અને બોટાદમાં પ્રાથમિક ગ્રાન્ટેડ શાળાને મંજૂરી આપી નથી. જ્યારે પ્રાથમિક નોન ગ્રાન્ટેડ કુલ 27 શાળાઓને મંજૂરી આપી છે. ભરૂચ અને બોટાદ વર્ષ 2021 અને 22માં નોનગ્રાન્ટેડ માધ્યમિકની બે શાળાને મજૂરી આપી છે. આમ સરકાર નવી સરકારી શાળાઓ શરૂ કરવાના બદલે ખાનગી શાળાઓને વધુ પ્રોત્સાહન આપતી હોય તેવું ફલિત થાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર