ભારતના ટોલેસ્ટ શખ્સ માટે ભગવાન બન્યા ડોક્ટર, ફ્રીમાં કર્યું ઓપરેશન

બુધવાર, 25 સપ્ટેમ્બર 2019 (17:30 IST)
ભારતના ટોલેસ્ટ માણસ ધર્મેન્દ્ર સિંહ ગત 6 વર્ષથી ભારે પીડા સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. 8 ફૂટ 1 ઈંચના ધર્મેન્દ્રને ઘણી સારવાર બાદ પણ મને પીડાથી રાહત મળી નહતી. તેમના હાડકાં ખૂબજ નબળા થઇ ગયા હતા અને પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઇ હતી કે તેઓ બરાબર ચાલી પણ શકતા ન હતા. સોશિયલ મીડિયા દ્વારા ધર્મેન્દ્ર પ્રતાપસિંહની આ સમસ્યાની જાણકારી મેળવીને ગુજરાતના અમદાવાદની એક હોસ્પિટલ આગળ આવી હતી. ધર્મેન્દ્ર પ્રતાપસિંહનું ઓપરેશન કરવામાં આવ્યું અને હવે તેઓ સરળતાથી ચાલી શકે છે અને તેમને દુખાવો પણ ઓછો થાય છે.
 
યુપીના પ્રતાપગઢના રહેવાસી ધર્મેન્દ્રસિંહ વર્ષ 2013માં અકસ્માતનો શિકાર બન્યા હતા. તે સમયે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ બારાબર ચાલી શકતા ન હતા અને તેમને દુખાવો પણ થતો હતો. દુખાવાના કારણે તેઓ કામ કરી શકતા ન હતા. અને જીવન ખુબ મુશ્કેલ બની ગયું હતું. અમદાવાદની કે.ડી.હોસ્પિટલને સોશિયલ મીડિયા દ્વારા આ અંગેની જાણકારી મળી. હોસ્પિટલે 23 ઓગસ્ટે ધર્મેન્દ્ર સિંહનો સંપર્ક કર્યો અને તેમને અમદાવાદ આવવાનું કહ્યું હતું.
ધર્મેન્દ્રસિંહ અમદાવાદ પહોંચ્યા અને તેમની કે.ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ મહિનાની સારવાર અને સતત ફિઝીયોથેરાપી પછી, તે હવે ખૂબ જ ઓછા સપોર્ટ અને પીડા સાથે ચાલવા માટે સક્ષમ બન્યા છે. ડોકટરોના મતે ભારતના સૌથી લાંબા માણસ ધર્મેન્દ્ર સિંહની સમસ્યા તેની લંબાઈ અને આરોગ્યની સ્થિતિને કારણે છે. ડોકટરો માટે આ એક દુર્લભ કેસ હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર