વડોદરાના કારેલી બાગની અક્ષતા સોસાયટીમાં ડિવોર્સી મહિલાએ બે દીકરીને ઝેરી દવા પાઇ પોતે પણ પી ગઈ હતી. આ ઘટનામાં બે દીકરીના મોત થયા છે જ્યારે માતા હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે.અક્ષતા સોસાયટીમાં રહેતી દક્ષાબેન ચૌહાણ નામની મહિલાએ પોતાની ધો.9માં ભણતી એક દીકરી અને કોલેજમાં ભણતી બીજી દીકરીને ઝેરી દવા પાઇ હતી. બાદમાં દક્ષાબેને પણ ઝેરી દવા પી લીધી હતી. જો કે, બન્ને દીકરીનું મોત નિપજ્યું છે જ્યારે દક્ષાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તેની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.