દારૂબંધીવાળા ગુજરાતમાં પાંચ વર્ષમાં દારૂ પીનાર મહિલાઓની સંખ્યા બમણી થઇ ગઇ છે. તો બીજી તરફ પુરૂષોના દારૂ પીવાના કિસ્સા અડધા થઇ ગયા છે. તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (NFHS), 2019-20 નો રિપોર્ટ સામે આવ્યો છે.
ગુજરાતમાં કુલ 33,343 મહિલાઓ અને 5,351 પુરૂષોનો સર્વે કરવામાં આવ્યો હતો. તેમાંથી 200 મહિલાઓ (0.6 ટકા) અને 310 પુરૂષો (5.8 ટકા)એ દાવો કર્યો કે તે દારૂ પીવે છે. તો બીજી તરફ 2015ના NFHS સર્વેમાં 68 મહિલાઓ (0.3 ટકા) અને 668 પુરૂષો (11.1 ટકા)એ દારૂ પીવાની વાત સ્વિકારી હતી. 2015માં 6,018 પુરૂષો અને 22,932 મહિલાઓનો સર્વે કરવામાં આવ્યો હતો.