બાળકોએ રમત-રમતમાં પી લીધો ઝેરી પાવડર, માતાએ પણ ચાખતાં ત્રણેયને હોસ્પિટલ ખસેડાયા

શનિવાર, 7 ઑગસ્ટ 2021 (12:48 IST)
અમરેલીમાં બ્રાહ્મણ સોસાયટી, સ્વામીનારાયણ નગર-1માં રહેતા એક શિક્ષક પરિવારના બે બાળકોએ તા.2/8ના રાત્રીના સમયે પોતાના મકાનમાં બીજા માળે રમતા હોય, ત્યાં ખૂણામાં ઘઉંમાં નાંખવાનો પાઉડર પડેલ તે આ બન્ને બાળકો દૂધમાં નાખવાનો પાઉડર સમજી પી લીધો હતો. જેથી ખરાઇ કરવા માટે બાળકોની માતાએ પણ પાવડર ચાખ્યો હતો. જેને પગલે ઉલટી ઉબકા થવા લાગ્યા હતા. આ ઝેરી પાઉડરની ત્રણેયને અસર થતા સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યા હતા. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીની બ્રાહ્મણ સોસાયટી, સ્વામીનારાયણ નગર-1માં રહેતા ધાર ગામે પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષકની પુત્રી તથા પુત્ર ગત બીજી ઓગસ્ટે રાત્રીના સમયે પોતાના મકાનમાં બીજા માળે રમતા હોય હતા. ત્યારે ત્યાં ખૂણામાં ઘઉંમાં નાંખવાનો પાઉડર બંને બાળકોએ દૂધમાં નાખવાનો પાઉડર સમજી પી લીધો હતો. અને ત્યારબાદ બાળકોની માતાએ પણ આ પાઉડર ચાખતાં ત્રણેયને ઝેરી અસર થતા તેમને અમરેલી ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર