ડુંગળી અને ટામેટાની શાનદાર ગ્રેવી સાથે પનીરના ટુકડાને જોઈને કોણા મોઢામાં પાણી નહી આવે. ઉલ્લેખનીય છે કે આ શાનદાર અને ટેસ્ટી ડિશ છે પનીર કોરમા. આ ડિશને બનાવવી ખૂબ જ સહેલી છે અને એ પણ પનીરની અન્ય ડિશની જેમ જ ખૂબ જ ટેસ્ટી હોય છે. આ ડિશને તમે રોટલી પુલાવ અને પુરી સાથે પણ સર્વ કરી શકો છો. તો આ વખતે મહેમાનો માટે તમે આ ડિશને બનાવો.. ચાલો જોઈએ આને બનાવવાની રીત
પનીર કોરમા બનાવવાની રીત
- એક પેન લો અને તેમા તેલ ગરમ કરો
- જ્યારે તેલ ગરમ થઈ જાય તો તેમા ઈલાયચી અને ડુંગળી નાખી દો અને તેને બ્રાઉન થતા સુધી સેકો
- ત્યારબાદ તમે તેમા ટામેટા નાખીને થોડી વાર સુધી હલાવતા રહો
- ત્યારબાદ તેમા પનીર અને ક્રીમને મિક્સ કરી દો. તેને થોડીવાર સુધી થવા દો.
- જ્યારે પનીરમાં આ મસાલા સારી રીતે ભળી જાય ત્યારે તમે તેમા મીઠુ નાખી દો.
- તમારુ પનીર કોરમા તૈયાર છે.. તેને તમે ધાણાના પાનથી સજાવીને ગરમા ગરમ મહેમાનો આગળ સર્વ કરો