તથ્યની જામીન અરજી પર આજે સુનાવણી, પ્રજ્ઞેશની જામીનનો હુકમ કોર્ટ આજે કરી શકે

મંગળવાર, 22 ઑગસ્ટ 2023 (10:50 IST)
તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ કરેલી જામીન અરજી પર આજે ચુકાદો સંભળાવતા અરજી નામંજૂર કરી છે. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં ઘટના સ્થળે પહોંત્યા બાદ તથ્યના પિતા પ્રજ્ઞેશે હાજર લોકોને ધમકાવ્યા હતા. 
 
જેને કોર્ટે ફગાવી દીધી હતી. અત્યારે પ્રજ્ઞેશ પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં અમદાવાદ જેલમાં બંધ છે. ત્યારે આજે કોર્ટે તેની મેડિકલ ગ્રાઉન્ડ પર ફાઈલ કરેલી વચગાળાની જામીન અરજી પણ ફગાવી દીધી છે. સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ જણાવ્યું હતું કે પ્રજ્ઞેશ પટેલને કોર્ટના હુકમ મુજબ જેલ ઓથોરિટી દ્વારા સારવાર માટે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અસારવા ખાતે 10 દિવસ લઈ જવાશે, જેનો રિપોર્ટ કોર્ટને આપવાનો રહેશે.
 
તથ્ય પટેલા પિતાએ પહેલા રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે ફગાવી દીધા બાદ બીજા જ દિવસે પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ જિલ્લા કોર્ટમાં મેડિકલ જામીન અરજી કરી હતી.
 
કેન્સરની સારવાર માટે પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન અરજી કરી હતી. જે બાબતે અગાઉ પણ પ્રજ્ઞેશ પટેલે કોર્ટેમાં સારવારનાં દસ્તાવેજ અને કેન્સરનાં ભાગનો સ્કેચ કોર્ટ સમક્ષ મુકાયો હતો. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી સામે સરકારી વકીલ દ્વારા દલીલ કરાઈ હતી. જે સમગ્ર બાબતને લઈ આરોપી પ્રજ્ઞેશ પટેલને ગ્રામ્ય કોર્ટે ઝટકો આપ્યો છે અને જામીન અરજી નામંજૂર કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર