વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીની તબિયતમાં સુધારો

ગુરુવાર, 29 ડિસેમ્બર 2022 (10:46 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીની તબિયત મંગળવારે રાત્રે લથડી છે. તેથી હીરાબા મોદીને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 
આ પહેલા પીએમ મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને તેમની માતાને મળ્યા હતા. પીએમ મોદી તેમની માતાની બાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા.પીએમ મોદીએ પણ તેમના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા
 
વડાપ્રધાન મોદીની માતા હિરાબાની તબિયત નાદુરસ્ત થતાં તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. વડાપ્રધાન મોદી દિલ્હીથી ચાર વાગ્યે આવ્યા હતા ત્યાં પીએમ મોદી 1 કલાક અને 20 મિનિટ સુધી અમદાવાદ હોસ્પીટલથી માતાની બધી માહિતી લીધી અને પરત તે દિલ્હી પરત ફર્યા હતા. પરિવારે 18મી જૂન 2022ના રોજ હીરાબાનો 100મો જન્મ દિવસ મનાવ્યો હતો.
 
1923માં જન્મેલા હીરાબાએ શતાયુમાં પ્રવેશ કર્યો છે. હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં જ તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. તેમની તબિયતને લઈને વડાપ્રધાન મોદીને સમાચાર પહોંચાડી દેવાયાં છે. જેથી તેઓ આજે બપોરે બે વાગ્યાની આસપાસ અમદાવાદ આવે તેવી શક્યતાઓ છે. આ અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી મળી નથી પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર હીરાબાની આજે તબિયત નાદુરસ્ત જણાતા તેમને તાત્કાલિક યુ.એન મહેતામાં ખસેડાયા હતા. સૂત્રો મુજબ એવું પણ જણાવાઈ રહ્યું છે કે બપોરે 2 વાગ્યાની આસપાસ વડાપ્રધાન મોદી અમદાવાદ માતાની ખબર જાણવા આવી રહ્યાં છે.અસારવા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા યુ એન મહેતા હોસ્પિટલ આવી પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિનિયર મંત્રીઓ સાથે બેઠકમાં છે. મંત્રીમંડળની બેઠક પૂરી થયા પછી આ બેઠક શરૂ થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની મુલાકાત અંગે તથા તેમની માતાની તબિયત અંગે ચર્ચા થઈ રહી છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર