હજીરા (સુરત)થી બાન્દ્રા (મુંબઈ) પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવાની દરખાસ્તને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. એસ. એસ. આર. મરીન સર્વિસ પ્રા. લિ. દ્વારા આ ફેરી સર્વિસના પેસેન્જર જહાજમાં ૩૦૦ મુસાફરોની ક્ષમતા સાથે વિદેશી ક્રૂઝ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ શિપ જહાજ ૨૦ રૂમની સુવિધા સાથે ફુલ્લી એર કંડિશન્ડ જહાજ હશે.