પોલીસ વડાએ ચાર્જ લીધાના 12 કલાકમાં જ વરણામા પોલીસ સ્ટેશનમાંથી કુખ્યાત બુટલેગર હરેશ સિંધી ફરાર

બુધવાર, 6 એપ્રિલ 2022 (13:25 IST)
પોલીસની આબરૂના ધજાગરા- પોલીસની આબરૂના ધજાગરા:વડોદરા જિલ્લા પોલીસ વડાએ ચાર્જ લીધાના 12 કલાકમાં જ વરણામા પોલીસ સ્ટેશનમાંથી કુખ્યાત બુટલેગર હરેશ સિંધી ફરાર
 
નવ નિયુક્ત વડોદરા જિલ્લા પોલીસ વડાએ ચાર્જ લેતાની સાથે જ વડોદરા નજીક આવેલા વરણામા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી વહેલી સવારે વડોદરાના વારસીયાનો કુખ્યાત બુટલેગર હરેશ ઉર્ફ હરી બ્રહ્મક્ષત્રીય (સિંધી) ફરાર થઇ જતા સનસનાટી મચી ગઇ છે. 

 
ઉલ્લેખનિય છે કે, કુખ્યાત બુટલેગર હરેશ ઉર્ફ હરી સિંધી સામે વડોદરા સિટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન, આર્મ્સ એક્ટ સહિત 12 ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત હરણી પોલીસ, કિશનવાડી પોલીસ, બાપોદ પોલીસ, વાડી પોલીસ, માંજલપુર પોલીસ તેમજ વડોદરા જિલ્લાના વરણામા અને તાલુકા પોલીસ મથક મળી કુલ 26 ગુના નોંધાયેલા છે. જે પૈકી વાડીના બે, માંજલપુર પોલીસ સ્ટેશન, વરણામા, તાલુકા અને હરણી પોલીસ મથક મળીને 7 ગુનામાં વોન્ટેડ બુટલેગરને વડોદરા શહેર PCB શાખાએ છેલ્લા કેટલાક સમયની કસરત બાદ અમદાવાદથી દબોચ્યો હતો. વડોદરા શહેર PCB શાખાને બુટલેગર રાજસ્થાનથી પરત આવી રહ્યો હોવાની માહિતી મળતા વોચ ગોઠવીને તેને દબોચી લીધો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર