કોરોનામાં CM તરીકે રૂપાણી અને મંત્રીમંડળ ફેઇલ થતા બધુ બદલાયું, નવી સરકાર પાસે કોઇ અપેક્ષા નથી

મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (12:46 IST)
કોવિડ-19 ન્યાય યાત્રાને લઇને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે રાજકોટ આવ્યા છે. હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારને આડેહાથ લીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે, કોરોનામાં CM તરીકે રૂપાણી અને તેનું આખું મંત્રીમંડળ ફેઇલ થતા આ બધુ બદલાવવામાં આવ્યું છે. જ્યારે અમારા તો પ્રમુખ અને વિપક્ષનેતાએ જ રાજીનામું આપ્યું છે. જોકે હાઇકમાન્ડે હજુ સુધી બંનેનું રાજીનામું સ્વીકાર્યું નથી. 
 
હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, નવી સરકાર પાસે કોઈ અપેક્ષા નથી, નવી સરકારમાં ન તો ભણતર છે ન તો ગણતર છે. ઉત્તરાખંડ જેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં. કદાચ એક મહિના પછી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ન પણ હોય

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર