ગુજરાત મોડેલની વાતો વચ્ચે એક વકિલની હત્યાને જંગલરાજ કહેવાય કે નહીં? - હાર્દિક પટેલ

શુક્રવાર, 4 મે 2018 (13:03 IST)
પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે  જામનગરમાં પોલીસ મથકમાં હાજરી પૂરાવી નિવેદન આપ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન ધુતારપર અને ધુડશીયામાં કરેલી જાહેરસભા સબબ પોલીસમાં આચારસંહીતા ભંગની ફરિયાદ નોંધાઇ હતી.  આ ગુન્હામાં જામનગરના પંચકોશી એ ડીવીઝનમાં હાજરી પૂરાવા ગુરૂવારે હાર્દિક પટેલ ગુરૂવારે સાંજે જામનગર આવ્યો હતો. તેમજ જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યાને લઇને તેના પરિવારને મળી સાંત્વના પાઠવી હતી.

હાર્દિકે કહ્યું હતું કે, ગુજરાત મોડલની વાતો અને વકીલની જાહેરમાં હત્યા, આને જંગલરાજ તો નહીં કહેવાય ને? હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, હાલ દેશ નહીં માત્ર એક પાર્ટી ચાલી રહી છે. જો તમે નહીં બોલો તો તમારે ચૂપ જ રહેવું પડશે. દેશની સતા ખોટા લોકોના હાથમાં છે. હું બોલીશ તો ભક્તો મને રોકશે અને સતાધીશો મને જેલમાં પૂરી દેશે. તેમજ ભાજપ બદનામ કરી દેશે. પરંતુ આ બધુ હું સહન કરીશ. દેશને બચાવવા માટે લડતો રહીશ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર