ઉમિયાધામ જતાં હાર્દિકને પોલીસે અટકાવ્યો બાદમાં ધરણાં પર બેઠો

ગુરુવાર, 3 ઑગસ્ટ 2017 (17:06 IST)
પાસના કન્વિનર હાર્દિક પટેલે આજે પત્રકાર પરિષદ યોજાવાની હતી. જેને લઈને અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે પર સ્થિત ઉમિયાધામ પરિસરમાં પહોંચ્યો હતો. તે પહોંચે તે પહેલાં જ ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો. પોલીસે તેને ઉમિયાધામમાં જતો અટકાવ્યો હતો. પોલીસે અટકાવતા જ તેણે વિરોધ નોંધાવ્યો હતો અને ઉમિયાધામના હોર્ડિંગની નીચે ઘરણા પર બેસી ગયો હતો. 

ઉમિયાધામ કેમ્પસ ખાતે પાટીદાર અનામતના પ્રેણતાએ પત્રકાર પરિષદ રાખી હતી. પરંતું અહીં પહેલાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાથી મીડિયાને પ્રવેશ અપાતો ન હતો. ત્યારબાદ ઉમિયાધામ પહોંચેલા હાર્દિકને પણ અંદર પ્રવેશતો અટકાવવામાં આવ્યો હતો. લાંબી રકઝક બાદ પણ તેને પ્રવેશ ન મળતાં તે ધરણા પર બેસી ગયો હતો. તેની સાથે વરૂણ પટેલ, દિનેશ બાંભણિયા અને પાસના અન્ય કાર્યકરો હતા. અહી તેમણે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો