Viral Video --Hagfish દ્વારા રસ્તા પર એવુ પ્રવાહી છોડાયુ કે લોકો થયા પરેશાન

સોમવાર, 17 જુલાઈ 2017 (12:57 IST)
અમેરિકાના ઓરેગન શહેરમાં રસ્તા પર એક વિચિત્ર નજારો જોવા મળ્યો.. અહી ટ્રકમાંથી 34 ટન હૈગફિશ રસ્તા પર પડી જવાને કારણે ટ્રાફિક જામ થઈ ગયો. 
 
હૈગફિશના પડ્યા પછી તેના પેટમાંથી નીકળેલો ચિકણો કફ સમગ્ર રોડ પર ફેલાય ગયો. હૈગફિશથી ભરેલી ટ્રક હાઈવે 101 માર્ગ તરફથી કોરિયા જઈ રહી હતી. તેમાં જીવતી ઈલ માછલીઓથી ભરેલા 13 કન્ટેનર લાદેલા હતા. સ્લાઈમ ઈલના નામથી ઓળખાતી આ માછલીઓની ખાસિયત એ છે કે, સામે મુશ્કેલીની પળ આવતા તેઓ પોતાના શરીરમાંથી બહુ જ ચિપચિપ હોય તેવુ પ્રવાહી બહાર કાઢે છે. લગભગ સાડા ત્રણ ટન માછલીઓથી લદાયેલી ટ્રક હાઈવે પર એવી જગ્યાએ પહોંચી જ્યાં રસ્તામાં એક જગ્યાએ કામ ચાલી રહ્યું હોવાથી તે બંધ હતો. પરંતુ અહી ટ્રક પલટી ખાઈ ગયો હતો, અને ડ્રાઈવર સાલ્વાટોર ટ્રાગાલે સમયસર બ્રેક લગાવી શક્યો ન હતો.
 
આ ઘટના હાઈવે નંબર 101 પર થઈ. સફાઈ અફિયાનમાં મોટાભાગની માછલીઓ મરી ગઈ. 
 
ઉલ્લેખનીય છે કે કોરિયા ઉપરાંત એશિયાના અનેક દેશોમાં હૈગફિશ માછલીઓ ખાવામાં આવે છે. અહીના લોકો આ માછલીને ખૂબ પસંદ કરે છે. 
 
ઉલ્લેખનીય છે કે હૈગફિશ પ્રશાંત મહાસાગરના કિનારે મોટી સંખ્યામાં જોવા મળે છે. 

વેબદુનિયા પર વાંચો