થોડા દિવસો પહેલાં ધર્મના નામે ગોરખધંધો કરનાર અને લોકોને પોતાના અંધવિશ્વાસમાં વિશ્વાસ અપાવીને મોટાપાયે કાર્યક્રમ આયોજિત કરનાર ઢબુડી ઉર્ફે ધનજી ઓડના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ બાદ ધનજી ઓડ વિવાદમાં આવ્યો હતો. ઢબૂડી ઉર્ફે ધનજી ઓફ વિરૂદ્ધ પોલીસ ફરિયાદમાં ખુલાસો થયો. ધનજી ઓડે પોલીસની સમક્ષ કબૂલાત કરી હતી કે માતાજી તેમના સપનામાં એક ઢીંગલીની માફક આવયા જેથી તેને લાગવા લાગ્યું કે માતાજી તેના પર પ્રસન્ન છે. ત્યારબાદ ધનજી ઓડે વિભિન્ન સ્થળો પર દરબાર લગાવવામાં શરૂ કરી દીધું છે. ઢબૂડી ઉર્દે ધનજી ઓડ જ્યારે પણ દરબાર લગાવતા ત્યારે પોતાના માથા પર એક દુપટ્ટો ઓઢતા હતા જેથી લોકોને તેમનો ચહેરો જોઇ શકાય નહી. તે લોકોને દુખોને દૂર કરવાની વાત કરી હતા.
ચિંતાની વાત એ છે કે ધનજી ઓડના બંગલાની બહાર લોકોની લાઇનોમાં લોકો સોશિયલ ડિસ્ટેસિંગને નજરઅંદાજ કરીને કોરોના સંક્રમણ વધવાની સંભાવના વધી જાય છે. આ સાથે સાથે કેટલાકએ તો માસ્ક પણ પહેર્યા ન હતા. રવિવારના દિવસે ઢબૂડીના ઘરે એટલી ભીડ જામી કે સોશિયલ ડિસ્ટન્સિંગનો તો દૂર ની વાત છે પગ મૂકાય તેટલી જગ્યા પણ ઘરમાં ન જોવા મળી.જેને લઈને પોલીસે તેમની અટકાયત કરી છે.
અહીં ઢબૂડીના ધતિંગમાં ગળાડૂબ ભક્તોએ ઢબૂડીના દર્શન માટે પડાપડી કરવા લાગ્યા હતા. આ વાતની જાણ જ્યારે સ્થાનિક પોલીસ અને તંત્રને થતા પોલીસ ઢબૂડીના ઘરે પહોંચી અને લોકોની જામેલી ભીડને વિખેરી હતી. એક તરફ તંત્ર સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનની વાતો કરે છે માસ્ક ન પહેરનારને દંડ ફટકારે છે ત્યારે અહીં તો ઢબૂડીના કેટકેટલાય ભક્તો માસ્ક વિના ઢબૂડીના ધતિંગને નજરે નિહાળવા ભેગા થયા હતા. ત્યારે રહી રહીને પહોંચેલી પોલીસને જોઇને ઢબૂડી ઉર્ફે ધનજી ઓડ એવું કહેતો નજરે પડયો કે હું લોકોને કેવી રીતે રોકી શકું.આ દરમિયાન ઢોંગી ધનજીને સવાલ કરતા તેણે પોતે મીડિયાને ઘરથી બહાર નિકાળવાનો પ્રયાસ કર્યો હતો અને મીડિયા સાથે ગેરવર્તન કર્યું હતું.