ખબરદાર જો કોઈએ એક વર્ષ સુધી ગુટખા વેચી છે તો, નિયમ ભંગ કરનાર દંડાશે
ગુરુવાર, 13 સપ્ટેમ્બર 2018 (11:46 IST)
રાજ્યમાં ગુટકા,તમાકુ કે નિકોટીન યુક્ત પાન મસાલા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.વેચાણ,સંગ્રહ અને વિતરણ પર એક વર્ષના પ્રતિબંધનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખોરાક ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી.કોશિયાએ આ નિર્ણય લીધો છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ટ એક્ટ-2006,રેગ્યુલેશન-2011 હેઠળ પ્રતિબંધ લગાવ્યો છે. સંગ્રહ,વેચાણ અને વિતરણ પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડ્યું છે. તેમજ નિયમ ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરાશે તેવું પણ જણાવ્યું છે. રાજ્ય સરકારે વ્યસનમુક્તિની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરતા રાજ્યમાં ગુટકા, તમાકુ અને નિકોટિનયુક્ત પાન મસાલાના પર પ્રતિબંધ મુક્યો છે. રાજ્ય ફુડ એન્ડ ડ્રગ વિભાગે પરિપત્ર બહાર પાડી તમામ સત્તા મંડળોને અમલ કરવા સૂચના પણ આપી દીધી છે. સાથે જ સંગ્રહ પર પણ એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. ગુટકા-તમાકુ અને નિકોટીનયુક્ત પાનમસાલા ખાવાથી કેન્સર જેવા જીવલેણ રોગો થાય છે. ગુટકા-તમાકુ અને નિકોટીનયુક્ત પાનમસાલાનું વેચાણ, સંગ્રહ વિતરણ કરવું ગુન્હો બને છે. જ્યારે હવે રાજ્યમાં ગુટકા, તમાકુ કે, નિકોટીનયુક્ત પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પર એક વર્ષનો પ્રતિબંધ મુકાયો છે. આ આદેશ રાજ્યના ફુડ એન્ડ ડ્રગ વિભાગે કર્યો છે. પરિપત્ર બહાર પાડી તમામ સત્તા મંડળોને અમલ કરવા સૂચના અપાઇ છે.