ગુજરાત એટીએસએ ભોપાલથી રૂ. 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
સોમવાર, 7 ઑક્ટોબર 2024 (17:42 IST)
ગુજરાતની ઍન્ટિ ટૅરરિસ્ટ સ્ક્વૉડ અને દિલ્હીસ્થિત નાર્કૉટિક્સ કંટ્રૉલ બ્યૂરોના (એનસીબી) ઑપરેશન્સ ગ્રૂપે મધ્ય પ્રદેશના ભોપાલમાં સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં એમડી બનાવતી ફૅક્ટરીનો પર્દાફાશ થયો હતો.
ગુજરાત સરકારના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ઍક્સ ઉપર મૂકેલી માહિતી પ્રમાણે, આ ડ્રગ્સની કિંમત રૂ. 1814 કરોડ જેટલી છે.
સંઘવીએ કહ્યું હતું કે આ રીતે કેન્દ્રીય અને રાજ્ય સરકારની એજન્સીઓ મળીને કાર્યવાહી કરે તો ડ્રગ્સના દૂષણને ડામી શકાય છે.
તેમણે સમગ્ર ઑપરેશનમાં સહકાર બદલ મધ્ય પ્રદેશ પોલીસનો પણ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આગળની તપાસમાં પણ એટીએસને સહયોગ મળી રહ્યો છે. સંઘવીએ મધ્ય પ્રદેશ પોલીસની પ્રશંસા કરતો પત્ર પણ ઍક્સ ઉપર મૂક્યો હતો.