સુપ્રીમ કોર્ટે ગુજરાતના ઈન્ચાર્જ ડીજીપી પી.પી. પાન્ડેયને હટાવવા આદેશ કર્યો
સોમવાર, 3 એપ્રિલ 2017 (14:59 IST)
ઈશરત જહાં એન્કાઉન્ટ કેસમાં આરોપી એવા ગુજરાતના ઈન્ચાર્જ ડીજીપી પી.પી. પાન્ડેયેન અપાયેલું એક્ટેશન રદ્દ કરીને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દુર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. પાન્ડેયએ જ સુપ્રીમને પત્ર પાઠવી પદ પરથી હટવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજીનો નિકાલ કરતાં રાજ્ય સરકારને પત્રનો અમલ કરવા આદેશ કર્યો હતો. હવે DGPનો ચાર્જ અન્ય અધિકારીને સોંપશે.
પી.પી. પાન્ડેયને રાજ્યના કાર્યકારી પોલીસ વડા બનાવવાના ગુજરાત સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પડકારાઈ હતી. શુક્રવારે આ અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમે રાજ્ય સરકારને પોતાનો જવાબ આપવા એક મહિનાનો સમય આપવાની માગને ફગાવી દેતા સોમવાર સુધીમાં જ જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો. પૂર્વ ડીજીપી જુલિયો રિબેરોએ પાન્ડેય અપાયેલા પ્રમોશન અને તેમની કાર્યકારી પોલીસ વડા તરીકેની નિમણૂંકને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. અગાઉ રિબેરોએ ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે જાહેર હિતની અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દેતા રિબેરોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.