ગુજરાતનું નામ મુ્ઠ્ઠી ઉંચેરું કરનાર મહાનુભાવોને ગૌરવશાળી ગુજરાતી એવોર્ડથી સન્માનિત કરાયા
સોમવાર, 22 જુલાઈ 2019 (08:58 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આપણું ગુજરાત- આગવું ગુજરાત બનાવવા માટે વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા આજે સન્માનિત થતા મહાનુભાવોએ પોતાની સાથે ગુજરાત ગૌરવ વધાર્યું છે. તેમણે કહ્યું હતું કે, ગાંધીજી, સરદારની કલ્પનાને સાકાર કરવા માટે આ શ્રેષ્ઠીઓ-કલાકારોની રચનાત્મકતા ઉપયુક્ત બની રહેશે. ગુજરાતનું નામ વિવિધ ક્ષેત્રમાં મુઠ્ઠી ઉંચેરું કરનાર મહાનુભાવોનું ગૌરવશાળી ગુજરાતી એવોર્ડથી મુખ્યમંત્રીએ એક ગુજરાતી ચેનલ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં જાહેર સન્માન કર્યું હતું.
સન્માનિત થનાર મહાનુભાવોએ ઇમાનદારીથી કાર્ય કરી પોત પોતાના ક્ષેત્રમાં નામના મેળવી છે. તેમનામાંથી અન્ય ગુજરાતીઓ પણ પ્રેરણા લેશે જ તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ મંતવ્ય-ચેનલ દ્વારા આવા સન્માનનો સરસ ઉપક્રમ યોજવા માટે ચેનલને અભિનંદન આપ્યા હતા.
આ એવોર્ડ સમારંભમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, ભાજપાના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, પૂર્વ મંત્રી દિલીપભાઇ સંઘાણી, મેયર બિજલબેન પટેલ, શહેરના ગણમાન્ય નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વિવિધ ક્ષેત્રોમાં એવોર્ડથી સન્માનિત કરાયેલ મહાનુભાવોની યાદી