ગુજરાતમાં ગૌચર જમીનમાં ફેલાયેલા ગાંડા બાવળથી ગાયો મૃત્યુ પામે છે

બુધવાર, 10 જાન્યુઆરી 2018 (13:02 IST)
ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં ગૌવંશ અને ગૌચરનો ગાંડા બાવળે દાટ વાળી દીધો છે. ગાંડા બાવળને કારણે ગૌચરમાં ઘાસની અનેક જાતો લુપ્ત થઈ છે દોડ, અમરેલીનો ખારો પાટ, કચ્છ, બનાસકાંઠા  વચ્છરાજ બેટ, મેળક બેટ, નડાબેટમાં ગાંડો બાવળ ઉગી નીકળતા ગૌ વંશ પશુઓ ગૌચરમાં પશુપાલકો પશુઓ પ્રવેશી શકતા નથી ઉપરાંત ગાંડા બાવળની શીગો ખાતા ગાયો મોતને ભેંટી રહી છે માટે ગાંડા બાવળને જંગલની વ્યાખ્યાતામાંથી દૂર કરવા જળક્રાંતિ ટ્રસ્ટ દ્રારા વડાપ્રધાન, મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરી છે. ભૂતકાળના સરકારી તંત્રએ ભારતીય પર્યાવરણમાં  દેશી વૃક્ષોને સમજયા વિના  ગાંડો બાવળ અને ઉત્તર ગુજરાતમાં હડકાયો બાવળ તરીકે કુખ્યાત છે તેનું વાવેતર કયુઁ જેના અતિક્રમણે કચ્છ, ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રના ગૌચરનો વિનાશ વેરાયો છે. બધી જ ગૌચર ભૂમિમાં ગાંડો બાવળ ફેલાઈ જતાં ઘાસ ઉગતુ બંધ થયું છે. ઘાસની અમૂલ્ય જાતો નષ્ટ થવાને આરે છે. દેશી કુળના અનમોલ વૃક્ષો,વેલા, છોડ  વનઓષધીઓને ઉગવાની જગ્યા જ બચી નથી. આ અનમોલ વનસ્પતિઓ લુપ્ત થઈ રહી છે. ભૂતળના પાણીનું શોષણ થાય છે. ગાંડા બાવળની શીગો ખાવાથી ગૌવંશના ઓતરડામાં જામી જવાથી દૂધાળ ગોવંશ રોજ મોટા પ્રમાણમાં અકાળે મૃત્યુ પામે છે.  આથી ગોવંશ, ગોચર અને દેશી વૃક્ષો રુ પક્ષીઓની સુરક્ષા માટે આ વિદેશી ગાંડા બાવળને જંગલની વ્યાખ્યામાંથી દૂર કરવા અને ‘ગાંડા બાવળમુકત ગુજરાત’ની નવી યોજના બનાવવા અમારી માંગણી છે.  દેશી વૃક્ષોનું વાવેતર પીલુડી, લીમડો, ખીજડો, દેશી બાવળ  ઉત્તર ગુજરાતના અમૂલ્ય દેશી વૃક્ષો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર