ગુજરાતમાં હવામાન વિભાગે જાહેર કર્યુ ભારે વરસાદનુ રેડ એલર્ટ, અગામી 7 દિવસ સુધી ચાલુ રહેશે વરસાદની બેટિંગ

સોમવાર, 8 સપ્ટેમ્બર 2025 (10:52 IST)
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધીના વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને, આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દબાણ ક્ષેત્ર સક્રિય હોવા અને ચોમાસાની નીચા દબાણ રેખાને કારણે આ ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, ખેડા અને પાટણ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે, જ્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે.
 
હવામાન વિભાગે આપી ચેતાવણી 
હવામાન વિભાગ મુજબ ત્રીજા દિવસથી વરસાદની તીવ્રતામાં થોડી કમી આવી શકે છે. પણ આગામી બે દિવસ સુધી સતર્કતા રાખવાની જરૂર છે. વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના બતાવ્યા મુજબ અત્યાર સુધી આખા ગુજરાતમાં સરેરાશ 23 ટકાથી વધુ વરસાદ થઈ ચુક્યો છે.  જે રાજ્ય માટે મહત્વપૂર્ણ છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળી શકાય. હવામાન વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી છે.
 
રવિવારે પણ પડ્યો હતો વરસાદ 
અગાઉ પણ, વિભાગે 7 સપ્ટેમ્બરે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી. વિભાગે માહિતી આપી હતી કે રવિવારે બનાસકાંઠા, અમદાવાદ, વડોદરા, સુરત, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગો જેમ કે રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, કચ્છ અને દ્વારકામાં વ્યાપક વરસાદ થવાની સંભાવના છે. IMD અનુસાર, હાલમાં ગંગાનગરથી ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી ચોમાસાની નીચી દબાણ રેખા યથાવત છે. બંગાળની ખાડી અને નજીકના મ્યાનમાર કિનારા પર એક ઉપલા હવા ચક્રવાતી પ્રવૃત્તિ યથાવત છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર