ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં કોરોના વાયરસનો એકપણ કેસ પોઝિટીવ નોંધાયો નથી

શુક્રવાર, 27 માર્ચ 2020 (16:02 IST)
છેલ્લા 12 કલાક દરમિયાન રાજ્યમાં કોરોના વાયરસના એક પણ પોઝિટિવ કેસ ન આવતા રાજ્યના આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો છે. 
 
રાજ્યના આરોગ્ય કમિશનર ડૉ. જયંતિ રવિએ એ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈકાલે રાજ્યમાં કોરોનાના 44 પોઝિટિવ કેસ હતા. 
 
ગઈકાલે લેવાયેલા તમામ 11 સેમ્પલ નેગેટિવ આવ્યા છે.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ આજે કોરોના અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને કારણે જે ત્રણ 
 
વ્યક્તિઓના કમનસીબ મૃત્યુ નિપજ્યાં છે એ ત્રણેય દર્દીઓ કૉ-મોર્બીડ એટલે કે અન્ય ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર, ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે 
 
અન્ય રોગોથી પીડાતી હતી. એટલું જ નહીં એ ત્રણેય દર્દીઓ મોટી વયના હતા.
રાજ્યમાં 27મી માર્ચ બપોરે 12.00 વાગ્યાની સ્થિતિ અનુસાર કોરોનાના 44 પોઝિટિવ કેસ નોંધાયેલા છે. આ કેસમાં સૌથી વધુ અમદાવાદના 15, 
 
સુરતના 7, ગાંધીનગરના 7, વડોદરાના 8 અને રાજકોટના 5, કચ્છ 1 અને ભાવનગર 1નો સમાવેશ થાય છે. ભાવનગરમાં એક વૃદ્ધનું મૃત્યુ થતા રાજ્યમાં કોરોના કારણે મૃત્યઅંક 3 થયો છે.
જયંતી રવિ એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે કોરોનાના 44 પોઝિટિવ દર્દીઓ છે. જે પૈકી અમદાવાદમાં 15, સુરતમાં 7, રાજકોટમાં 5, વડોદરામાં 
 
8, ગાંધીનગરમાં 7 અને ભાવનગર તથા કચ્છમાં એક-એક પોઝિટિવ દર્દીઓ છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના 44 પોઝિટિવ દર્દીઓ પૈકી ના 36 
 
દર્દીઓ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને આવેલા છે, જ્યારે અન્ય 18 દર્દીઓ પૈકીના 16 દર્દીઓ એવા છે જે આ આંતરરાષ્ટ્રીય મુસાફરોના સીધા સંપર્કમાં આવ્યા હોય. બે દર્દીઓ એવા છે જેમણે આંતરરાજ્ય મુસાફરી કરી હતી.
આ વ્યક્તિઓ સાથે સીધા સંપર્કમાં આવેલા તમામ લોકોની પણ કાળજી લેવામાં આવી રહી છે. આવા લોકો એટલે કે ક્વૉરેન્ટાઈન વ્યક્તિઓને 14 
 
દિવસના ક્વૉરેન્ટાઈન માં રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ચુસ્તપણે ક્વૉરેન્ટાઈનનું કડક પાલન થાય તેવા પ્રયત્નો કરે છે. 
 
ગુજરાતમાં 20,103 લોકોને 14 દિવસના ક્વૉરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે.
આ પૈકીના 575 લોકો સરકારી ક્વૉરેન્ટાઈનમાં અને 19,377 લોકો હૉમ ક્વૉરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. અમુક લોકો હૉમ ક્વૉરેન્ટાઈનનો ભંગ કરે છે એવા 236 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. લોકો નિયમોનું ઉલ્લંઘન ન કરે તો આપણે કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી રાખવામાં સફળ રહી શકીશું, અને કોરોનાનો ચેપ ફેલાતો અટકાવી શકીશું.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર