ગુજરાતમાં કડકડતી ઠંડી: રાજકોટમાં કડકડતી ઠંડી વચ્ચે એક જ રાતમાં હાર્ટ એટેકથી ત્રણનાં મોત
શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (13:53 IST)
ઉત્તર ભારતમાં પડેલી હીમ વર્ષાના કારણે સમગ્ર ગુજરાતમાં શીત લહેર ફરી વળી છે. જેના કારણે લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યા છે. મોડી રાત્રીથી વહેલી સવારથી ઠંડીની અસર વધુ અનુભવાઈ રહી છે અને લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જેના કારણે લોકો મોડી રાત્રીના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ઠંડીથી બચવા પ્રયાસ કરે છે. ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન ૫.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ૧૧.૧ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષાના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી વધી છે. જેથી ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યાં છે. તેમ જ રાત્રીના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળતા હોવાથી રસ્તા સુમસામ થઈ જાય છે. ગુજરાતમાં ઠંડીના કારણે જનજીવન ઉપર પણ અસર પડી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાઈ ગયા છે સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત ઉપર પ.૯ ડિગ્રી નોંધાઈ હતી. જ્યારે અમરેલીમાં ૯.ર ડિગ્રી નોંધાઈ હતી. આ ઉપરાંત કંડલા એરપોર્ટ ખાતે ૧૦.ર, પોરબંદરમાં ૧૦.૪, વલસાડમાં ૧૦.૬, ડીસામાં ૧૦.૭, નલિયામાં ૧૦.૮, રાજકોટમાં ૧૧.૦, મહુવા અને અમદાવાદ ૧૧.૧, સુરેન્દ્રનગરમાં ૧ર.પ, વડોદરામાં ૧૩.ર, ભાવનગરમાં ૧૩.પ, ન્યુ કંડલામાં ૧૩.૬, વલ્લભ વિદ્યાનગરમાં ૧૪.૩, વેરાવળમાં ૧૪.પ, સુરતમાં ૧પ.૮, દ્વારકામાં ૧૬.૭, અને ઓખામાં સૌથી વધુ ર૦.૭, ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગિરનાર પર્વત પર તાપમાન ઘટીને પ.૯ ડિગ્રી અને જૂનાગઢમાં ૯.૯ ડિગ્રી નોંધાતા કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. તાપમાનનો પારો સવારે ૬ ડિગ્રી નીચે ઊતરીને ૯.૯ ડિગ્રીએ સ્થિર થયો હતો. ગિરનાર પર્વત ખાતે પ.૯ ડિગ્રી રહેતા આ પર્વતીય વિસ્તાર ઠીંગરાય ગયો હતો. હાડ થીજાવતી ઠંડીને લઈ વન્ય પ્રાણીઓ અને જનજીવનને વ્યાપક અસર થઈ હતી. ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનો વધારો થવાની શકયતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડી વચ્ચે છાતીમાં દુખાવાથી મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. એક રાતમાં ત્રણ મૃત્યુ થયા હતા.