આતંકી હૂમલાને પગલે પોલીસનું સઘન ચેકિંગ અમદાવાદમાં જાહેર સ્થળો પર તપાસ વધારી

શનિવાર, 16 ફેબ્રુઆરી 2019 (14:17 IST)
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર આતંકવાદીઓએ કરેલા આત્મઘાતી હુમલોનાં પગલે ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં જાહેર સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત એરપોર્ટ, એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશન પર પણ સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. જેને પગલે પ્રવાસીઓનું પણ જીણવટભરી તપાસ ચાલી રહી છે. શહેરનાં તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે.

શહેર ઉપરાંત ગુજરાતના તમામ મુખ્યમાર્ગો પર નાકાબંધી કરીને વાહનોની તપાસ હાથ ધરવામાં આવી છે.જમ્મુ કાશ્મીરનાં પુલવામાં જિલ્લાના અવંતીપારાથી ગોરીપારા વચ્ચે થયેલા આ આતંકવાદી હુમલામાં 37 જવાનો શહીદ થયા હતા. આ ઉપરાંત 40થી વધારે જવાનોની હાલત ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેના કારણે ગુજરાતમાં એલર્ટ જાહેર કરીને ધોરીમાર્ગો પર નાકાબંધી કરી દેવામાં આવી છે.અમદાવાદ સહિતનાં શહેરોમાં પોલીસ સંવેદનશીલ વિસ્તારોમાં અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખીને હોટલો ગેસ્ટ હાઉસ, હોસ્પિટલોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.અનેક જગ્યાએ લોકો પાકિસ્તાન અને આતંકવિરોધી નારા લગાવી, પૂતળા બાળીને વિરોધ પ્રદર્શિત કરી રહ્યાં છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર