ગુજરાત સરકાર IIT, IIM, JEE અને NEETની પરીક્ષાના કોચિંગ માટે ચાર શહેરોમાં નવા કોચિંગ ક્લાસ શરૂ કરાશે

બુધવાર, 24 માર્ચ 2021 (17:28 IST)
ગુજરાતના વિદ્યાર્થીઓ IIT, IIM, JEE અને NEET જેવી પરીક્ષામાં સારો દેખાવ કરીને ઉચ્ચ કારકિર્દી ઘડી શકે તે માટે રાજ્યના મુખ્ય ચાર શહેરોમાં સરકાર દ્વારા કોચિંગ ક્લાસ શરુ કરવામાં આવશે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોચિંગના પ્રશ્નમાં સહભાગી થતાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે IIT, IIM, JEE અને NEET જેવી રાષ્ટ્રય સ્તરની  પરીક્ષાઓમાં રાજ્યના વિદ્યાર્થીઓ બેસી શકે અને ઉચ્ચ કારકિર્દી ઘડી શકે એ માટે સૌપ્રથમવાર રાજ્યના અંદાજપત્રમાં જોગવાઈ કરીને આવા કોચિંગ ક્લાસ શરુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાલીમ મેળવીને ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાના ક્વૉટામાં પ્રવેશ મેળવી શકશે. આવા કોચિંગ ક્લાસમાં અભ્યાસક્રમ મુજબ તાલીમ આપીને રાજ્ય સરકાર પરીક્ષા લેશે અને ત્યારબાદ તેના આધારે તેઓ આવી પરીક્ષામાં બેસશે અને ગુજરાતનો ક્વૉટા જળવાય એવા પ્રયાસો રાજ્ય સરકાર કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર