સતત થઈ રહેલ મુશળધાર અને રિમઝિમ વરસાદને કારણે હેરીટેઝ સિટીના પૂર્વ વિસ્તાર વધુ પ્રભાવિત છે. નીચલા વિસ્તારોમાં પાણી જમા થઈ રહ્યુ છે. જેનાથી આગામી દિવસોમાં વિવિધ રોગનો પ્રકોપ થવાની આશંકા બતાવાય રહી છે. સતત વરસતા વરસાદને કારણે રસ્તાઓ, સોસાયટીમાં પાણી ફરી વળ્યાં છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. શાળા-કોલેજોને પણ બંધ કરવામાં આવ્યા છે. અમદાવદના મેયરે પણ લોકને બિનજરૂરી બહાર ન જવાની સલાહ આપી છે.
અમદાવાદમાં છેલ્લા પાંચ કલાકમાં સાત ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના તમામ વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે, ચાંદખેડા, સાબરમતી, રાણીપ, આંબાવાડી, પ્રહલાદનગર, સેટેલાઇટ, અસજી હાઇવે સહિતના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધારે પુર્વ અને દક્ષિણ ઝોનમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે ઉત્તર અને મધ્ય ઝોનમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરરસાદના કારણે શહેરના મીઠખળી, અખબારનગર અંડરપાસ બંધ કરાયા છે.