સુરતમાં આવેલી મયુર મિલમાં ભીષણ આગ, 18 ફાયર ફાઇટર ઘટના સ્થળે

શનિવાર, 31 ઑગસ્ટ 2019 (09:50 IST)
સુરતના પાંડેસરા પાસે આવેલી મયુર સિલ્ક મિલમાં ભીષણ આગ લાગવીની ઘટના બની છે. ત્યારે આ ઘટનાને પગલે 18 જેટલી ફાયર ફાયઇટની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઇ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.
 
મળતી માહીત અનુસાર, સુરતના પાંડેસરા પોલિસ સ્ટેશન નજીક આવેલી મયુર સિલ્ક મિલમાં આજે વહેલી સવારે ભીષણ આગ હતી. ત્યારે આ ભીષણી આગ લાગવાના કારણે આખી મિલ ખાલી કરી દેવામાં આવી હતી. જો કે, સદનસીબે આ આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. ત્યારે આ ઘટની ઘટનાને લઇને 18 જેટલી ફાયર ફાઇટરની ટીમો સ્થળ પર પહોંચી ગઇ હતી.
આ આગની ઘટનાને પગલે મિલમાં રહેલો તમામ મુદ્દામાલ બળીને ખાખ થઇ ગયો છે. ત્યારે આ મિલમાં કરોડોનો કાપડનો જથ્થો હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. આ ઘટનાને પગલે આસપાસમાં આવેલી અન્ય મિલના માલિકો સહીત મોટી સંખ્યામાં ત્યા લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. તો બીજી તરફ કયા કારણો સર આગ લાગી તે હજી સુધી જાણી શકાયું નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર