મુખ્યપ્રધાન બોલ્યા - મુસલમાનો પાસે જવા માટે 150 દેશ, હિન્દુ પાસે ફક્ત ભારત

બુધવાર, 25 ડિસેમ્બર 2019 (09:16 IST)
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકતા સંશોધન કાયદાને યોગ્ય ઠેરવાતા મંગળવારે કહ્યુ કે મુસલમાન દુનિયાના 150 ઈસ્લામિક દેશમાંથી કોઈને પણ પસંદ કરી શકે છે પણ હિદુઓ માટે ભારત જ એકમાત્ર દેશ છે.  સાબરમતિ આશ્રમની બહાર સીએએના સમર્થનમાં રેલીને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ નવા કાયદાનો વિરોધ કરવા માટે કોંગ્રેસ પર નિશાન સાધ્યુ. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ આ  વિષય પર મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની ઈચ્છાઓનુ સન્માન નથી કરી રહી. 
 
રૂપાનીએ કહ્યુ, 'પાકિસ્તાનમાં વિભાજનના સમયે 22 ટકા હિન્દુ હતા.  હવે પ્રતાડના, બળાત્કાર અને ઉત્પીડનને કારણે તેમની જનસંખ્યા ઘટીને ફક્ત ત્રણ ટકા રહી ગઈ છે.  તેથી હિન્દુ ભારત પરત આવવા માંગે છે.  અમે એ જ કામ કરી રહ્યા છે જે કોંગેસે આ સંકટગ્રસ્ત હિન્દુઓની મદદ માટે કરવુ જોઈએ હતુ અને હવે અમે તેને કરી રહ્યા છીએ તો તમે તેનો વિરોધ કરી રહ્યા છો. તેમણે કહ્યુ બાંગ્લાદેશમાં હિન્દુ વસ્તી ફક્ત 2 ટકા પર સમેટાઈ ગઈ છે. 
 
દેશના વિવિધ ભાગમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શનો પર વિરોધ બતાવતા ગુજરાત ભાજપાના નેતાઓ અને સરકારના મંત્રીઓએ મંગળવારે રાજ્યના બધા 33 જીલ્લામાં રેલીઓમાં ભાગ લીધો. આ રેલીઓ અને પ્રદર્શનોનુ આયોજન આરએસએસ ની મદદથી નાગરિક સમિતિઓ કરી રહી છે. સુરતમાં ગુજરાતના વન મંત્રી ગણપત વસવા અને ક્ષેત્રના રહેવાસીઓએ જીલ્લાધિકારી કાર્યાલયના નિકટ પદર્શનમાં ભાગ લીધો અને સંશોધિત નાગરિકતા કાયદા પર સમર્થન કર્યુ. 
 
સૂરતની સાંસદ દર્શના જરદોશ અને સ્થાનીક ધારાસભ્ય પુર્નેશ મોદી અને વિવેક પટેલે પણ નવા કાયદાના સમર્થનમાં પ્રદર્શનમાં ભાગ લીધો. પૂર્નેશ મોદીએ કહ્યુ, સીએએ દેશ અને નાગરિકોના હિતમાં છે. વિપક્ષી કોંગ્રેસ તથ્યોને તોડી મરોડીને રજુ કરી રહી છે અને લોકોને ગુમરાહ કરી રહી છે. આ મિથ્યા પ્રચારના વિરોધમાં નાગરિક સમિતિએ આ મોટી રેલી કાઢી છે. તમે જોઈ શકો છો કે નવા કાયદાના સમર્થનમાં અહી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે.  પાર્ટીએ જણાવ્યુ કે મંગળવારે 33 જીલ્લામાં આયોજીત થનારા આ પ્રકારના અન્ય કાર્યક્રમોમાં ગુજરાત ભાજપાના અનેક નેતા સામેલ થયા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર