ગુજરાતના એક દિવસિય પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલ, આરોગ્ય રાજ્યમંત્રી નિમીષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતિમાં આ નવતર આરોગ્ય સુવિધાઓ- પ્રકલ્પો જનતાની સેવામાં સમર્પિત કર્યા હતા. જી.એમ.ઇ.આર.એસ કોલેજ ખાતે ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનો પ્રારંભ કરનારુ ગુજરાત દેશમાં પાંચમું રાજ્ય બન્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કાર્યરત થવાથી બાળકોમાં જન્મજાત બહેરાશ, સાંભળવાને લગતી કોઈ પણ તકલીફ , ચેતા તંત્રના રોગ ના કારણે થતી બોલવાની, સમજવાની અને ભૂલવાની તકલીફ, પક્ષઘાત અથવા પેરાલીસીસ અને સેરેબ્રલ સ્ટ્રોકથી પીડિત દર્દીઓના પુર્નવસન તેમજ કોમ્પુટરાઇઝ્ડ સોફ્ટવેર દ્વારા નિદાન સરળ અને સચોટ બનશે.
સોલા સિવિલ હોસ્પિટલના ENT ( કાન-નાક-ગળા) ના વિભાગ હેઠળનો ધોરણ ૧૨ પછી સ્નાતક કક્ષાનો નવો આરોગ્ય સ્વાસ્થ્ય લક્ષી અભ્યાસક્રમ બેચલર ઈન ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી B.ASLP (બેચલર ઓફ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી,) આ એક પેરામેડિકલ કોર્સ છે .જેનો અભ્યાસક્રમ ત્રણ વર્ષ સાથે ૧ વર્ષ ની ઇન્ટર્નશીપ છે. જેમાં દર વર્ષે ૨૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે.
આ પ્રસંગે અમદાવાદ શહેર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, કમિશનર શાહમીના હુસૈન, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અનિલભાઈ ધામેલીયા, જી.એમ.ઇ.આર.એસ કોલેજના ડીન ડૉ.નિતિન વોરા સોલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર દીપિકા સિંઘલ, મોટી સંખ્યામાં આરોગ્યકર્મીઓ , અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.