જીટીયુ જીસેટ અને ટોપ્સ ટેક્નોલોજી વચ્ચે સ્કિલ ડેવલોપમેન્ટ સંદર્ભે એમઓયુ કરવામાં આવ્યાં.

બુધવાર, 24 માર્ચ 2021 (16:00 IST)
વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે જીટીયુ હંમેશા કાર્યરત રહે છે. વિદ્યાર્થીના વિકાસ સાથે સંકળાયેલા  ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ બાબતો ,કૉમ્યુનિકેશન સ્કીલ અને પ્રિ-પ્લેસમેન્ટ જેવી કુશળતા વિકસાવવામાં  આ  એમઓયુ મદદરૂપ થશે..
 
સાયબર સિક્યોરિટી, મોબાઇલ કૉમ્યુનિકેશન, નેટવર્ક ટેકનોલોજી અને ડેટા સાયન્સમાં પ્લેસમેન્ટની તકોને વેગ મળશે.
 
અમદાવાદ: ટેક્નોલોજીકલ ક્ષેત્રે સમગ્ર દેશમાં નામના મેળવનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહે છે. જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (જીસેટ) દ્વારા તાજેતરમાં ટોપ્સ ટેકનોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ સાથે સ્કીલ ડેવલોપમેન્ટ સંદર્ભે એમઓયુ કરવામાં આવ્યા છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના વિકાસ સાથે સંકળાયેલા  ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ બાબતો , કૉમ્યુનિકેશન સ્કીલ અને પ્રિ-પ્લેસમેન્ટ જેવી કુશળતા વિકસાવવામાં મદદરૂપ થશે. આ એમઓયુ પર જીટીયુ જીસેટના ડાયરેક્ટર પ્રો. ડૉ. એસ. ડી. પંચાલ અને ટોપ્સ ટેક્નોલોજીસના  એરિયા હેડ શ્રી યાત્રિક ગોસ્વામી દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં. આ સંદર્ભે જીટીયુના કુલપતિશ્રી અને કુલસચિવ ડૉ. કે. એન. ખેર દ્વારા  સમગ્ર જીસેટની ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.
 
વધુમાં જીટીયુ જીસેટના ડાયરેક્ટર પ્રો. ડૉ. એસ. ડી. પંચાલે જણાવ્યું હતું કે, છેલ્લા 12 વર્ષથી એન્જિનિયરીંગ ક્ષેત્રે પ્લેસમેન્ટ માટે કાર્યરત અને 200 થી વધુ  કંપની સાથે જોડાણ ધરાવનાર અમદાવાદ સ્થિત ટોપ્સ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમીટેડ દ્વારા વાર્ષિક 1000થી પણ વધુ પ્લેસમેન્ટ કરવામાં આવે  છે.  ટોપ્સ ટેક્નોલોજી સાથે કરાયેલ આ એમઓયુથી સાયબર સિક્યોરિટી,  મોબાઇલ કૉમ્યુનિકેશન , નેટવર્ક ટેક્નોલોજી અને ડેટા સાયન્સના ક્ષેત્રમાં ઈન્ડસ્ટ્રીઝની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે વિકાસલક્ષી પ્રવૃત્તિ કરવામાં આવશે. જેનાથી વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલપમેન્ટ , કોર્પોરેટ કલ્ચર અને કૉમ્યુનિકેશન સ્કિલના ગુણો વિકસીત થશે. આ ઉપરાંત દરેક વિદ્યાર્થીને આવડતના ધોરણે  3 જુદી-જુદી કંપનીઓમાં ઇન્ટરવ્યૂ અને રોજગારની તક આપવામાં આવશે. જેનાથી વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટની પ્રવૃત્તિ વેગ મળશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર